Patan Deesa Highway Par Biyaran Malyu

Banaskantha : બનાસકાંઠામાં ડીસા-પાટણ હાઈવે પર આવેલી દાંતીવાડા કેનાલમાંથી કેન્દ્ર સરકારની સબસીડી યુક્ત મકાઈના બિયારણની 20 જેટલી બોરીઓ મળી આવી આવી છે. કેનાલમાં બિનવારસી હાલતમાં બિયારણની બોરીઓ જોતા જ આજુબાજુના ખેડૂતો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોરીઓ બહાર નીકાળી હતી.

ડીસા (Deesa) પાટણ હાઈવે પર આસેડા ગામ પાસેથી નર્મદા જળાશય યોજનાની કેનાલ પસાર થાય છે. જ્યાં આજે બપોરના સમયે અનાજ ભરેલા કટ્ટા તણાઈ આવતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આજુબાજુના ખેડૂતો તરત જ કેનાલ પાસે પહોંચ્યા હતા અને તપાસ કરતા મકાઈનું બિયારણ ભરેલા કટ્ટા હોવાનું જણાયું હતું. જેથી ખેડૂતોએ કેનાલમાં ઉતરી 20 જેટલી મકાઈના બિયારણના કટ્ટા બહાર કાઢી હતી.

કટ્ટા બહાર કાઢી તપાસ કરતા તેના પર રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડ લખેલું હોવાનું જણાયું હતું. તેમજ કટ્ટા બહાર કાઢી તપાસ કરતા કેન્દ્ર સરકારની સબસીડી યુક્ત બિયારણ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે અધિકારીઓએ કે સંચાલકોએ આ બિયારણ કેમ ફેંક્યું અને કઈ રીતે આ બિયારણ નહેરમાં આવ્યું તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024