થરાદ કેનાલમા માતા એ પુત્ર સાથે ઝંપલાવ્યું
થરાદ કેનાલમા આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ માતા-પુત્ર એ અગમ્ય કારણોથી કેનાલમા ઝંપલાવ્યું છે.
ગતરોજ સાંજના સમયે જાણવા મળેલ કે મુખ્ય કેનાલ ભાપી પુલ નજીક કેનાલ પર બાળક અને માતાના ચંપલ પડ્યા છે. ત્યારબાદ શંકા જતા માતા-પુત્રની શોધખોળ ચાલુ કરી હતી. મોડે સુધી શોધ ખોળ કરતા કોઈ મળી આવેલ ન હતું.

આજે સવારે ફરી શોધખોળ ચાલુ કરેલ અને આજે લાશ મળી આવતા જેની ઓળખ કરતાં કાસુંબેન વિહાભાઈ ગલસર, ઉંમર:27 વર્ષ આશરે અને તેમના દીકરા સોહમભાઈ વિહાભાઈ ગલસર ઉમર 4 વર્ષ ભાપિ પુલ નજીકથી લાશ બહાર નીકાળી પરિવાર ને સોપવામાં આવી હતી.
અહેવાલ : દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ