હાલમાં કોરોના મહામારી થોડા અંશમાં કન્ટ્રોલમાં આવી છે. તેવા સમયે ચાણસ્માની અંદર ઘણા સમયથી કોરોના ના કેસમાં ઘણો ઘટાડો આવ્યો છે. જેને પગલે લોકો પોતાના વ્યવહાર માટે બેંકમાંથી નાણાં ઉપાડવા અર્થે આવતા હોય છે પરંતુ પત્રકારો દ્વારા બેંકની રિયાલિટી ચેક કરતાં સોશિયલ ડીસટન્ટનો ભારે અભાવ જોવા મળ્યો હતો

તેમજ બેન્ક ઉપરના માળે હોવાથી સિનિયર સિટીઝન બેંક ની સીડી ચડી શકતા નથી કારણકે બેંક લગભગ ૧૩થી ૧૪ ફૂટ ઊંચી ઉપર માળે અને સીડી લોખંડની હોવાથી ગરમ થયેલી હોવાથી તકલીફો નો સામનો કરવો પડી રહ્યો છે.

એકબાજુ સરકારે જાહેર કર્યું છે કે બેંકની આજુબાજુ ગ્રાહકોની લાઈન થાય તો તેમની બેસવાની વ્યવસ્થા મંડપ બાંધીને કરવાની તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવા જણાવેલ છે પરંતુ અહીયા તો ન તો કોઈ મંડપ જોવા મળે છે કે પીવાના પાણીની વ્યવસ્થા જોવા મળતી નથી ભાટસર ગામના વયોવૃદ્ઘ કાકાએ જણાવ્યું હતું કે હું મારી રસીદ વટાવવા માટે આવ્યો હતો મારે સીડી ચડવાની ઘણી તકલીફ પડી અને ઉતરતા પણ ઘણી તકલીફ પડી મારા જેવા ઘણા જ ઉંમરલાયક વ્યિક્તઆે માંડ સિડી ચડી ઉપર આવતા હોય છે.

બેંક આેફ બરોડા માં દેના બેન્કનો પણ સમાવેશ કરી દીધેલો છે જેના લીધે ગ્રાહકોની સંખ્યા પણ વધારે છે એ માટે આ બેન્કને નીચે લાવવાની ખાસ જરૂર છે અને મોટી જગ્યા હોય ને આગળ પાકિઁગની પણ જરૂર છે માટે બેંકના અધિકારીઆેએ તાત્કાલિક આ નિર્ણય કરવો જરૂરી છે. જો બેન્કનો કોઈ પણ ગ્રાહક આ સીડી ઉપરથી નીચે પડી જશે અને ઘાયલ થશે કે એનું મૃત્યુ થશે તો બેંક આેફ બરોડા તેની જવાબદારી લેશે ખરા? તેવા પ્રશ્નો ઉદભવવા પામ્યા હતા.

અને ગ્રાહકોને વળતર ચૂકવશે ખરા? આ બાબતે બેન્કના મેનેજરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સિનિયર સિટીઝનને સિધાજ બેન્કની અંદર પ્રવેશ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ લાઈનમાં ઊભા રહેલા ગ્રાહકો સીનીયર સીટીઝનોને અંદર આવવા દેતા નથી. અમારી પણ ફરજ છે કે ગ્રાહકોને કોઈ તકલીફ ના પડે પરંતુ ગ્રાહકો પાસે અમે પણ લાચાર હોવાનું જણાવી ખભેથી બેંક મેનેજરે માથે કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024