પાટણ : સુજલામ સુફલામ કેનાલની સફાઈ કરવા કરાઈ માંગ

પાટણ તાલુકાના બાલીસણા ગામે થી બબાસણા ગામ તરફ જવાના રસ્તે સુજલામ સુફલામ યોજના કેનાલ ક્રોસીંગ (સાયફન) મા ખુબ જ કાદવ કીચડ તેમજ ઝાંડી ઝાંખરા હોઈ કેનાલનું પાણી તેમજ વ્હોળા મારફતે આવતું

વરસાદી પાણી કાદવ કીચડ ના કારણે સરળતાથી જઈ શકે તેમ ન હોઈ ચોમાસામાં ખુબ મુશ્કેલી પડે તેમ હોઈ સ્થળ તપાસ કરાવી કાદવ કીચડ તેમજ ઝાંડી, ઝાંખરા દુર કરવા તાલુકા પંચાયતના સદસ્ય નરેશ પરમારે લેખિત રજૂઆત કરી સત્વરે તેનો નિકાલ લાવવા માંગ કરી હતી.