પાટણ : ઠાકોરવાસ ખાતે પાણીની પાઈપલાઈન નવી નાંખવા કરાઈ માંગ

- Advertisement -

This browser does not support the video element.

પાટણ શહેરના વોર્ડ નં.૧માં આવેલા ધાંધલના છાપરા પાસે આવેલા ઠાકોરવાસમાં છાશવારે પીવાની પાઈપલાઈન લીકેજ થતાં દુર્ગંધ અને દુષિત પાણી આવતું હોવાની બુમરાડ ઉઠવા પામી છે.

ત્યારે રજૂઆતના પગલે કર્મચારીઓ આ દુષિત પાણી આવતા પાઈપલાઈનનું લીકેજ કામ હાથ ધરતા હોય છે પરંતુ પીવાના પાણીની પાઈપલાઈન બાબતે છેલ્લા એક વર્ષથી વોર્ડ નં.૧ના ચૂંટાયેલા સભ્યોને વારંવાર અરજીઓ આપી હોવા છતાં તેઓ દવારા નકકર કામગીરી કરવામાં ન આવતાં સ્થાનિક લોકો પીવાના પાણીને લઈ હેરાન પરેશાન થઈ રહયા છે.

તો નવા ચૂંટાયેલા કેટલાક ચેરમેનોને વહીવટી જ્ઞાન ન હોવાને કારણે તેઓ પણ નકકર કામગીરી કરાવી શકતા નથી. ત્યારે ઠાકોરવાસમાં છેલ્લા એક વર્ષમાં એક હજાર વખત પીવાના પાણીની પાઈપલાઈન સિમેન્ટની હોવાથી પ્રેસરને કારણે લીકેજ થવાના બનાવો બન્યા છે

ત્યારે હવે પછી આ વિસ્તારમાં કોઈ બનાવ ન બને અને સ્થાનિક લોકોને પુરતા પ્રમાણમાં પ્રેસરથી શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સો ફૂટની નવીન પીવાના પાણીની પાઈપ લાઈન નાંખવા સ્થાનિક એકસ કોપોરેટર રણજીતસિંહ ઠાકોરે માંગ કરી વધુમાં છેલ્લા એક વર્ષમાં અનેકવાર દુષિત પાણીને લઈ સ્થાનિક લોકો માંદગીમાં સપડાતાં આર્થિક બોજા હેઠળ આવી ગયા હોવાથી નવીન પાણીની પાઈપલાઈન નાંખવા પાલિકા સહિત વોર્ડનં.૧ના ચૂંટાયેલા સભ્યોને નમ્ર અરજ કરી હતી.