પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ ડ્રેનેજ ગટરલાઈન નાંખવામાં આવી હતી ત્યારે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ લાલેશ ઠકકરે આ કામ અટકાવ્યું હતું અને વરસાદ પૂર્વે ચાર મહિના અગાઉ વરસાદ પડશે તો અહીં શું પરિસ્થિતિ સર્જાશે તેનાથી ચીફ ઓફિસર સહિત વહીવટી તંત્રને વાકેફ કર્યા હતા તેમ છતાં

કોન્ટ્રાકટરે કામ ગુણવત્તા વિહીન કરતાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ મીરા દરવાજા વિસ્તારમાં ભુવાઓના રાજની સાથે ભૂગર્ભની ચેમ્બરો તૂટી જવાની ઘટના સામે આવી હતી. જેને લઈ આ માર્ગ મુખ્ય હોવાથી અહીંથી આવતાં જતાં અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

તો ચાલુ વરસાદે એક ટ્રેકટર આ પડેલા ભુવામાં ફસાઈ જવા પામ્યો હતો. જેથી હજુ વધુ વરસાદ આવશે તો આ વિસ્તારમાં વધુ પરિસ્થિતિ વણસે તે પૂર્વે ખાડાઓનું પીચીંગ વ્યવસ્થિત કરવા માંગ કરી હતી. અને જો પીચીંગ વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો મોટો અકસ્માત સર્જાવાની સંભાવના પણ લાલેશ ઠકકરે વ્યકત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024