પાટણ શહેરના ઓ.જી. વિસ્તારમાં સમાવિષ્ટ થયેલા એવા રામનગરની બાજુમાં આવેલ ચામુંડાનગર વસાહતના આંતરીક જાહેર રાહદારી રસ્તા ઉપર કોઈપણ પરવાનગી વગર રસ્તા ઉપર દિવાલ ઉભી કરવાની અને પતરાનો સેડ લગાવવાની કામગીરી ચાલી રહી છે.

ત્યારે સરકાર તરફથી ૧૮ ફૂટનો રોડ આ વિસ્તારમાં મંજૂર કર્યો હતો જે અત્યારે વધુ પડતાં દબાણો થઈ જતાં પાંચ ફુટનો રોડ થવાથી આ વિસ્તારના રાહદારીઓને આવવા જવા સહિત વાહનો લાવવામાં અને લઈ જવામાં ખૂબજ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. વધુમાં આજ જાહેર રસ્તા ઉપર પહેલાથી જ પાકા શૌચાલયો, બાથરુમ સહિત રસોડાઓ પણ જોવા મળી રહયા છે.

અને આ અંગે દબાણ કર્તાઓને કહેવા જતાં સ્થાનિક રહીશોનું ન સાંભળતા ઝઘડો કરીને મારી નાંખવાની ધમકીઓ પણ આપતા હોવાના આક્ષોપો પાલિકાના ચીફ ઓફિસરને આપવામાં આવેલી અરજીમાં કરવામાં આવ્યા છે.

જેથી પાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર કરવામાં આવેલા તમામ પાકા દબાણોને દૂર કરી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા ૧૮ ફૂટનો રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી ચામુંડાનગર વસાહતના લોકો માંગ કરી રહયા છે.

તો આ દબાણ કર્તાનું દબાણ દૂર કરવા વોર્ડ નં.૧૧ના કોપોરેટર ભવાનજી ઠાકોર સાથે આજ વિસ્તારના મહિલા કોપોરેટરના પતિએ રુબરુ મુલાકાત લઈ સમજાવવા જતાં તેઓનું પણ આ દબાણકર્તાએ ના સાંભળી દબાણ યથાવત રાખ્યું હતું. તો શું સત્તાપક્ષાના ભાજપના કોપોરેટર દ્વારા લોકહિતાથેઆ દબાણકર્તા નું દબાણ વહેલી તકે દૂર કરી ચામુંડા વસાહતના સ્થાનિક લોકોની માંગ પૂરી કરવામાં આવશે ખરા?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024