પાટણ : મેરીટબેઝ પ્રોગ્રેશનને લઈ એનએસયુઆઈ દ્વારા કરાયો વિરોધ પ્રદર્શિત

પાટણ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા વિદ્યાર્થીઆેના મેરીટ બેઝ પ્રોગ્રેશનની માંગને લઈ યુનિવિર્સટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન સાથે કુલપતિને મૌખિક રજુઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાની માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઆે દ્વારા આ મામલે કરાયેલી અગાઉની રજૂઆત છતાં યુનિવિર્સટી કુલપતિ દ્વારા કોઈ નિર્ણય ન લેતાં વિદ્યાર્થીઆેમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઆેએ કુલપતિ સમક્ષ રજૂઆત કરી વિધાર્થી હીતમાં નિર્ણય લેવા જણાવ્યું હતુ.

એન.એસ.યુ.આઈ અને વિદ્યાર્થી દ્વારા પીજી સેમ -ર પરિક્ષાઆેમાં મેરીટ બેઝ આપવા તેમજ પી જી ડી.એમ.એલ.ટી. પરીક્ષા આેનલાઈન લેવામાં આવે તેવી માંગ કરી યુનિવિર્સટી દ્વારા વારંવાર નિયમોમાં કરાતા ફેરફારને લઈ વિદ્યાર્થીઆેને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનો રોષ વ્યક્ત કરી સુત્રોચ્ચાર સાથે ધરણાં પ્રદાન યોજી પોતાની રજુઆત કુલપતિ સમક્ષ કરી હતી.

આ કાર્યક્રમમાં એન.એસ.યુ.આઈ પાટણ જિલ્લાના – પ્રમુખ દાદુજી ઠાકોર, મહામંત્રી જૈમિન પટેલ, શહેર પ્રમુખ હિતેશ દેસાઈ, મહામંત્રી નિખીલ પટેલ સહિતના કાર્યકરો, વિદ્યાર્થીઆે મોટી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા.