પાટણ : જન આશીર્વાદ યાત્રાને લઈ યોજાયા વિવિધ કાર્યક્રમો

કેન્દ્ર ના પાંચ મંત્રીઓ નો ર૦રરની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રવાસમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન અંતર્ગત આજે પાટણ શહેરમાં બીજો દિવસ હતો.કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ની આગેવાની હેઠળ યાત્રા શરૂ થઈ હતી.

યાત્રા પહેલા કેન્દ્રીય મંત્રી રેડક્રોસ ભવન ,રસીકરણ ની મુલાકાત બાદ રેડક્રોસ ભવન આગેવાનો દ્વારા તેમજ કોપોરેટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ યાત્રા રેડક્રોસ ભવન થી નીકળીને ગાયત્રી મંદિર એ દર્શન કર્યાં હતા અને લીલીવાડી થી વિવિધ રૂટ પર થી પસાર થઈ ને એપીએમસી હોલ પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલને હાર પહેરાવીને સન્માન કર્યું હતું. તો ભાજપ મહિલાઓ દ્વારા ગુલાબની પાંખડીઓથી દેવુસિંહ ચૌહાણનું સ્વાગત કયું હતું ત્યારબાદ સભાના સ્વરૂપમાં યાત્રા ફેરવાઈ હતી.

ભાજપના વિવિધ સંગઠનો દ્વારા મંત્રી દેવુસિંહ ચૌહાણનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટણ શહેરમાં વિશિષ્ટ યોગદાન આપનાર ખેલાડીઓ અને વ્યકિતઓનું કેન્દ્રીય મંત્રીના હસ્તે સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. પાટણના ઈતિહાસને વાગોળતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે વિપક્ષને ટાર્ગેટ કરીને લોકસભામાં નવા મંત્રીઓનું અપમાનનો રાગ આલોપ્યો હતો. પાટણ જિલ્લાના હારીજના અસાલડી ગામે થી યાત્રા નો પ્રારંભ થયો હતો એપીએમસી બાદ સિદ્ઘપુર તરફ યાત્રા શરૂ થઈ હતી.

પાટણ જિલ્લામાં દૂર સંચાર ની સ્થિતિ ઘણી નબળી છે ત્યારે ફરી એક વાર આગળ ની સરકાર નો વાંક કાઢી તેમની નીતિ ને કારણે બી.એસ.એન.એલ.ની સ્થિતિ કથળી હોવાનું જણાવી તેમને જિલ્લા વાસીઓને આશ્વાસન આપ્યું હતું.આજની આ જન આશીર્વાદ યાત્રામાં ભાજપના કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને આમ પ્રજા રાબેતા મુજબ કામગીરી કરતી નજરે જોવા મળી હતી.