પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાંથી છેલ્લા ઘણા વર્ષોથી વડવાઓ પગપાળા કે સાયકલ યાત્રાએ રણુંજા ખાતે બિરાજમાન રામદેવપીરના દર્શને જતા હતા જે પરંપરાને તેઓની નવી પેઢીએ જાળવી રાખી તેઓ દ્વારા પણ છેલ્લા દશ વર્ષથી શ્રાવણ માસના પ્રારંભે સાયકલ યાત્રા લઈને સંઘ જતાં તેઓની પરંપરાને અકબંધ રાખી છે.
ત્યારે ખાલકપુરા જય બાબારી યુવક મંડળ દ્વારા દરવર્ષેની જેમ ચાલુવર્ષે પણ સાયકલ યાત્રા સંઘ રણુંજા રામાપીરના મંદિર જવા પ્રસ્થાન પામ્યો હતો.
ત્યારે ખાલકપુરા વિસ્તારમાંથી વડીલો સહિત યુવાનો અને મહિલાઓ દ્વારા બાબારીની ધજા સાથે ભજન કિર્તન ગાતા મહોલ્લાની બહાર નિકળી ખોડીયાર માતાના દર્શન કરી સાયકલ યાત્રા સંઘે પ્રસ્થાન કયું હતું. તો આ સાયકલ યાત્રા સંઘમાં ૭૦ જેટલા યુવાનો સહિત મહિલાઓ બાબારીના દર્શન કરવા પ્રસ્થાન પામ્યો હતો.