પાટણ : શૈક્ષિક મહાસંઘના નવા હોદેદારોની કરાઈ વરણી

પોસ્ટ કેવી લાગી?

પાટણ ખાતે શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની સાધારણ સભા જીલ્લા પંચાયત ના પ્રમુખ ભાનુમતી બેન પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

સાધારણ સભા માં જીૡાના નવ નિયુક્ત નવ ટીપીઈઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીપીઆે ની ઉપિસ્થત સહિત સંગઠન ના અખિલ ભારતીય સચિવશ્રી મોહનજી પુરોહિત રાજસ્થાનથી ખાસ ઉપિસ્થત રહ્યા હતા.

ગુજરાત સંગઠન ના અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ પટેલ, ભીખાભાઇ પટેલ, રતુભાઈ ગોળ, પરેશ ભાઈ પટેલ, બાબુભાઇ રબારી, વિષ્નુભાઈ પટેલ તેમજ જીલ્લાના હોદ્દેદારો ઉપિસ્થત રહ્યા હતા.સાધારણ સભામાં પાટણ જીલ્લાના નવા અધ્યક્ષ તરીકે કલ્પેશભાઈ પટેલ અઘાર શાળા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે શ્રી પ્રવિણિસહ પરમાર ગીલોલીવાસણા શાળા, ઉપાધ્યક્ષ તરીકે જયંતિજી ઠાકોર રવેચીનગર શાળા ની ઘોષણા કરવામાં આવી હતી.

વિભાગ સંઘચાલક નવિન ભાઈ પ્રજાપતિ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ પ્રાસંગિક પ્રવચનોમાં સંગઠન ના રચનાત્મક કાર્યની પ્રશંસા કરી હતી.મોહનજી પુરોહિતે પોતાની જોશીલી વાણીથી સૌને પ્રભાવિત કરી સંગઠન શિક્ષકોનુ અપમાન કદી નહી થવા દે એવી વાત કરી તેમણે નારી પુસ્તક જે સંગઠન દ્વારા પ્રકાશિત થવાનું છે એની જાણકારી આપી હતી.
ઘનશ્યામ ભાઈ પટેલ તથા ભીખાભાઇ પટેલ સંગઠન સમગ્ર રાજ્ય માં મજબૂત બની શિક્ષક, શિક્ષણ અને રાષ્ટ્ર હીતમાં ખૂબ પ્રગતી કરી શિક્ષક મિત્રો નો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે એ જણાવી આગામી દિવસોમાં સંગઠન શિક્ષક સજજતા સર્વેક્ષણ ને રદ કરવા આગ્રહ કરશે રદ નહી થાય તો બહિષ્કાર કરશે એવી સ્પષ્ટ વાત જણાવી હતી.

સાધારણ સભામાં ૩૦૦ કરતાં વધુ હોદ્દેદારો અને આમંત્રિત શિક્ષક ભાઈ-બહેનો ઉપિસ્થત રહ્યાં હતા. કાર્યક્રમના ભોજન દાતા કલ્પેશભાઈ પટેલ, પ્રવિણિસહ પરમાર તથા જયંતિજી ઠાકોર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા, મહેસાણા જીલ્લાના હોદેદારો પણ વિશેષ ઉપિસ્થત રહ્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures