પાટણ : રામનગર ખાતેથી રણુંજા પગપાળા સંઘનું કરાવાયું પ્રસ્થાન

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-૧૧માં ભાજપ માંથી ચૂંટાયેલા ચાર સભ્યો દ્વારા રણુંજા ખાતે રામાપીરનો પગપાળા સંઘ કાઢવામાં આવ્યો હતો.

આ સંઘમાં રપ જેટલા ભકતો પગપાળા સંઘમાં જોડાયા હતા તો રામાપીરના નિકળેલા સંઘ બાબતે ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર-૧૧માં પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી રામાપીરને પ્રાર્થના કરવામાં આવી હોવાનું જણાવી આગામી પાંચ વર્ષમાં વોર્ડ નં.૧૧માં પાણી, રોડ, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પૂર્ણ કરી પ્રજાની મુશ્કેલીઓ દૂર કરી આપવાનું વચન આપ્યું હતું.

તો પાટણ તાલુકાના ભદ્રાડા ગામેથી રણુજા સંઘ નીકળ્યો હતો આ સંઘમાં ર૩ જેટલા યાત્રાળુઓ જોડાયા હતા અને રામાપીર ના જય ઘોષ સાથે આ પગપાળા સંઘને પ્રયાણ કર્યુ હતું.