Deputy Chief Minister
આજ રોજ પાટણ જિલ્લાની ચાણસ્મા પાટણ તથા રાધનપુર વિધાનસભામા આવતા એક ગામથી બીજા ગામને જોડતા ૧૧ રોડ પર મજબૂત રેલીંગ (કેશ બેરીયર) રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) નિતીનભાઇ પટેલે મંજુર કર્યા હતા.
આ પણ જુઓ : સુરતમાં બાળકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો
એક ગામથી બીજા ગામને જોડતા આ રોડ પર અવાર નવાર અકસ્માત નો ભય સતાવતો હતો.
આ ગામના લોકોની વારંવાર માંગણી વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને મળતી હતી જે રજૂઆત તેઓએ જિલ્લાના આગેવાનો પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી. પટેલ, કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, પ્રભારી મંત્રી શ્રી વાસણભાઇ આહિર, જિલ્લા પ્રભારી શ્રી મયંકભાઇ નાયક, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર , પૂર્વ ધારાસભ્યશ્રી રણછોડભાઈ દેસાઇ
તત્કાલીન જિલ્લા પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ, રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય શ્રી નાગરજી ઠાકોર, શ્રી અલ્પેશજી ઠાકોર તથા અન્ય મહાનુભાવોને મળતા તેઓએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ ને કરતા તેઓ એ આજે આ અંગે ઉપરોક્ત રોડ પર મજબૂત રેલીંગ નાખવાની મંજૂરી આપી
ગામના આગેવાનોને દિવાળી ની ભેટ ધરી હતી જે અંગે પાટણ જિલ્લા ભાજપ ના આગેવાનો તથા સ્થાનિક આગેવાનોએ નિતીનભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.