Dhanrajbhai Thakkar organized a blood donation camp

જરૂરિયાત મંદ દર્દીઓને બ્લડ મળી રહે તેવી શુભ ભાવના સાથે આયોજિત બ્લડ કેમ્પમાં 35 બોટલ બ્લડ એકત્ર કરાઈ..

કોરોના કાળના કપરા સમયે દર્દીઓને ભોગવવી પડેલી બ્લડ ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાટણની એક્સપરિમેન્ટલ શાળાના મદદનીશ શિક્ષક ઝેડ એન. સોઢા દ્વારા પોતાના મિત્ર સર્કલમાં સારા પ્રસંગોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ બનવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી.

જે પ્રેરણા ને ધ્યાનમાં રાખીને પાટણની એક્સપરિમેન્ટલ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય અને રોટરી કલબ પાટણ ના પૂવૅ પ્રમુખ રો. ધનરાજભાઈ ઠક્કરે પણ છેલ્લા ત્રણ વર્ષથી પોતાના જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પ સહિત સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવાનો સંકલ્પ ગ્રહણ કરી મંગળવારના રોજ પોતાના જન્મદિન પ્રસંગે એક્સપરિમેન્ટલ શાળા સંકુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી પોતે તેમજ પોતાના મિત્ર સર્કલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે બ્લડ ડોનેટ કરી 35 જેટલી બ્લડ બોટલો એકત્રિત કરવામાં આવી હતી.

પાટણની એક્સપરિમેન્ટલ શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને પાટણ રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ રો. ધનરાજભાઈ ઠક્કરે પોતાના 50 માં જન્મદિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કરેલ બ્લડ ડોનેશન કેમ્પ સહિત ની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ને રોટરી કલબ પાટણ પરિવાર સહિત તેમના મિત્ર સર્કલ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સરાહનીય લેખાવી શાલ થી સન્માન કરી સન્માનપત્ર આપી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

રો. ધનરાજભાઈ ઠકકર ના જન્મ દિન નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં રોટરી કલબ પાટણ ના પ્રમુખ રો. જયરામભાઈ પટેલ, રો. ધેમરભાઈ દેસાઈ, રો. અશ્વિનભાઈ જોષી, મનોજ પટેલ, રાજુભાઈ સોની, જયેશભાઈ પટેલ, મુકેશભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં રોટરી પરિવાર ના સભ્યો, એક્સપરિમેન્ટલ શાળા સ્ટાફ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રોટરી. ધનરાજભાઈ ઠકકર ના મિત્રોએ ઉપસ્થિત રહી જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી. સૌનો રો. ધનરાજભાઈ ઠકકરે આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024