patan

પ્રથમ દિવસે ભદ્ર વિસ્તારમાથી 10 રખડતાં ઢોરને ડબ્બે કરવામાં આવ્યા..

મોતીસા દરવાજા ખાતે ના ઢોર ડબ્બામાં સુવિધા ના અભાવને લીધે પકડાયેલા ઢોરો પાંજરાપોળ ખાતે રવાના કરાશે..

પાટણ નગરપાલિકાનું ઢોર ડબ્બે કરવાનું ક્ષતિગ્રસ્ત બનેલ પાંજરું આખરે પાલિકા દ્વારા રીપેરીંગ કરાતા મંગળવારથી પાલિકાની ઢોર ડબ્બે કરવાની કામગીરી શહેરમાં શરૂ કરવામાં આવી હતી. પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને નિવારવા હાથ ધરાયેલી ઢોર ડબ્બાની પ્રથમ દિવસની કામગીરી દરમિયાન ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા શહેરના ભદ્ર વિસ્તારમાંથી 10 જેટલા રખડતા ઢોરોને ડબ્બે કરી મોતીસા દરવાજા ખાતેના ઢોર ડબ્બામાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ આ ઢોર ડબ્બામા ઢોરો માટે પૂરતી સુવિધા નહિ હોવાના કારણે આ રખડતાં ઢોરોને મોતીસા દરવાજા ખાતેના ઢોર ડબ્બામાથી આવતીકાલે પાટણ સ્થિત પાંજરાપોળમાં રવાના કરાનાર હોવાનું ઢોર ડબ્બા ની કામગીરી સંભાળી રહેલા પાલિકાના કર્મચારી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડેલી રખડતા ઢોર ડબ્બે કરવાની જુમ્બેશ પાલિકા દ્વારા પુનઃ ચાલુ કરવામાં આવી છે ત્યારે આ ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહે અને રખડતા ઢોરોની સમસ્યા માંથી શહેરીજનોને મુક્ત કરવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.

પાલિકા દ્વારા મંગળવારે હાથ ધરાયેલી રખડતા ઢોરને ડબ્બે કરવાની ઝુંબેશને લઈને રખડતા ઢોરના માલિકો પણ ઢોર ડબ્બાની પાછળ દોડતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024