પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામના વાલ્મિકી પરિવારનો યુવા આઉટસોર્સિંગ થી ધારપુર ખાતે ફરજ બજાવતો હતો. આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા કર્મચારીઓને એજન્સી દ્વારા તાત્કાલિક છૂટા કરવામાં આવતા કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા તેને ધારપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવની મળતી હકીકત મુજબ ચાણસ્મા તાલુકાના ઈટોદા ગામે રહેતા વિક્રમભાઈ સેતાભાઇ વાલ્મિકી નામનો યુવાન પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે આઉટસોર્સિંગ થી ફરજ બજાવતો હતો, આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા કર્મચારીઓને એજન્સી દ્વારા તાત્કાલિક છૂટા કરવામાં આવતા બેકારીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
જે બનાવવાની જાણ પરિવારજનોને થતા તાત્કાલિક તેને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજતા ધારપુર હોસ્પિટલ કેમ્પસમાં પરિવારજનોના આક્રંદ વચ્ચે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. તો બનાવની પોલીસ દ્રારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.