PATAN : પાટણ શહેરનાં નિર્મળ નગર રોડ પર આવેલી બાલાજી વિલા સોસાયટીના મકાન નંબર ર૭ માં રહેતા શાહીનાબાનું હબીબમીયાં બડામીયાએ ફરીયાદ નોંધાવી હતી કે તેઓના પાડોશમાં રહેતા પરમાર અરિવદભાઈ ડુંગરભાઈ દારૂ પીને કેમ મારા ઘરે આવો છો તેવો ઠપકો આપવા જતાં અરિવદભાઈ ઉશકેરાઈને ગાળો બોલતા શાહીનાબાનુંએ ગાળો બોલવાની ના પાડતા જ નજીકમાં રહેલા અરિવદભાઈના બે પુત્રો પીતાનું ઉપરાણું લઈને આવી ગયા હતા.

અને ગાળો બોલી શાહીનાબાનુંને બે તરફથી હાથથી પકડી રાખી આજે તો તને જાનથી મારી જ નાખવી છે તેમ કહી અરિવદભાઈએ શાહીનાબાનુંને માથાના ભાગે જાનથી મારી નાંખવાના ઈરાદે તલવાર મારતા તેણી લોહી લુહાણ અવસ્થામાં જમીન પર ઢળી પડયા હતા. ત્યાર બાદ તેઓએ ચીસાચીસ કરતા નજીકમાંથી શાહીનાબાનુંના માતા આવી જતા ત્રણેય જણાં નાસી છુટ્યા હતા અને શાહીનાબાનુંને માથામાં તલવાર વાગવાથી લોહી આવતા અને ગંભીર રીતે ઘાયલ થતાં ૧૦૮ એમબ્યુલન્સને ફોન કરતા તેઓને સારવાર અર્થ પાટણ ધારપુર સિવિલ હોિસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલુ છે બીજા પક્ષે યુવરાજ અરિવદ કુમાર વાવડીયાએ પણ સામા પક્ષ વિરુદ્ઘ ફરીયાદ નોંધાવી છે પાટણ શહેર બી ડિવિઝન પોલીસે બંન્નો પક્ષની ફરીયાદો લઈ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે ઈજાગ્રસ્ત શાહીનાબાનુએ જણાવ્યું હતું કે, આરોપી નો નાનોભાઈ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી હોવાથી અને તેઓને જાનથી મારી નાંખવાના ઈરાદે તલવારના માથામાં ઘા મારતા ૧પ જેટલા ટાંકા આવ્યા હોવા છતાં આરોપીઓ વિરૂધ્ધ ૩૦૭ ની કલમ દાખલ કરી ના હોવાથી તેઓએ પોલીસ અધિક્ષાક સમક્ષા ૩૦૭ ની કલમનો ઉમેરો કરી ફરજ પર બે દરકારી દાખવતા પોલીસ કર્મીને ફરજ મૌકુફ કરવા માંગ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024