વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજય સરકાર દવારા આંશિક લોકડાઉન આપવામાં આવતાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું ત્યારે આવા ગરીબ પરીવારોની વહારે રીલાયન્સ ફાઉન્ડેશન આવી ગરીબ લોકોને મદદરુપ નિવડી હતી.

ત્યારે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અવિરત પણે શહેરની સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી કોરોનાનું સંક્રમણ શહેરમાં વધતુ અટકે તે માટે રીલાયન્સ ફાઉન્ડેશનના માસ્ક અને સેનેટાઈઝરનું અવિરતપણે વિતરણ કરવામાં આવી રહયું છે.

ત્યારે આજરોજ પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે પાટણ નગરપાલિકાના તમામ સફાઈ કર્મચારીઓને પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલ- પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીની ઉપસ્તથીતી વચ્ચે સેનેટાઈઝર અને માસ્કનું તમામ સફાઈ કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું હતું કે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પાટણ જીલ્લામાં ૧પ૦ લાખ રુપિયાની કીટો સહિતની કોરોના મહામારીની સાધન સામગ્રીનું વિતરણ કર્યું હોવાનું જણાવી આગામી સમયમાં ચોમાસુ આવી રહયું હોઈ શહેરમાં સ્વચ્છતા પણ ખૂબજ જરુરી હોઈ અને ચોમાસા દરમ્યાન રોગચાળો ફેલાય નહીં તે માટે આગામી સમયમાં નગરપાલિકા આપણા વોર્ડમાં કાર્યક્રમ કરી શહેરના તમામ વોર્ડમાં સાફ સફાઈ હાથ ધરી ૧૦ દિવસ સુધી સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

અને વધુમાં ત્રીજી લહેરની શકયતાઓને લઈ પાલિકાના સફાઈ કર્મીઓને સેનેટાઈઝ- દો ગજકી દુરી અને માસ્ક પહેરવાની જાગૃતતા દાખવવા પણ અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024