પાટણ PATAN : જિલ્લા ભાજપનો શંખેશ્વર ખાતે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ સંપન્ન થયો.

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા કાર્યકરોના ઘડતર માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે.ત્યારે પાટણ જિલ્લાના પ્રશિક્ષણ વર્ગનું આયોજન પાટણ જિલ્લાના શંખેશ્વર (Shankheswar) ખાતે આવેલ પદ્માવતી જિનાલય ખાતે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લામાંથી અપેક્ષિત કાર્યકરોએ ત્રણ દિવસ સુધી હાજરી આપી હતી.22 થી 24 ઓક્ટોમ્બર દરમ્યાન પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ (K.C.Patel),જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર (Dashrathji Thakor),પ્રશિક્ષણ વર્ગના પાલક કાનાજી ઠાકોર,જિલ્લા પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, ગોવિંદભાઇ પટેલ,પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર,પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ રબારી,પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર,પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર,મહામંત્રી ભાવેશ પટેલ,સુરજગીરી ગોસ્વામી,સહિતના આગેવાનોની ઉપસ્થિત આ પ્રશિક્ષણ વર્ગને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

જેમાં તબક્કાવાર ત્રણ દિવસ સુધી 15 જેટલા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશના નેતાઓ અને મંત્રીઓ દ્વારા વિવિધ વિષયો ઉપર કાર્યકરોને સવિશેષ માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમના સંયોજક તરીકે રમેશભાઈ સિંધવ,સંયોજક વિરેશભાઈ વ્યાસ,સહ સંયોજક સુુરેશભાઈ ગોહિલ,સહ સંયોજક કાનુભાઈ પટેલ,તેમજ સમગ્ર કાર્યક્રમના વ્યવસ્થા ઇન્ચાર્જ તરીકે વિવેક પટેલ પોતાનું યોગદાન આપ્યું હતું.

ત્રણ દિવસ સુધી જિલ્લા ભાજપ ટીમ અને વ્યવસ્થા ટીમ અને જિલ્લા યુવા મોરચા ની ટિમ શંખેશ્વર તાલુકા ભાજપ ની ટિમ ખડેપગે રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સિંહ ફાળો આપ્યો હતો.

પદ્માવતી જિનાલયના પરમ પૂજ્ય લિખેન્દ્ર મહારાજ સાહેબ શ્રી દ્વારા તમામ પ્રકારનીની વ્યવસ્થામાં સહકાર આપવામાં આવ્યો હતો.અને ભવ્ય સફળતા પૂર્વક ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ સંપન્ન થવા પામ્યો હતો.