પાટણ શહેરના વોર્ડ નં.૧૦માં આવેલા ખાલકપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાના કારણે અને રાઈઝીંગ પાઈપની કામગીરીને લઈ આ વિસ્તારના રોડરસ્તાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં પડયા હતા જેને લઈ સ્થાનિક રહીશો સહિત રાહદારીઓ આ રસ્તા પરથી પસાર થતાં તોબા પોકારી ઉઠતા હતા.

ત્યારે તાજેતરમાં જ ભૂગર્ભની રાઈઝીંગ પાઈપની કામગીરી પૂર્ણ કરાતાં આ વિસ્તારમાં છાશવારે ઉભરાતાં ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ મહદઅંશે આવી જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ રાઈઝીંગ પાઈપની કામગીરીને લઈ આ વિસ્તારના રોડરસ્તાઓ ઉબડ ખાબડ હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને અહીંથી પસાર થતા હાલાકીનો સામનો કરવો પડતો હતો

જેને લઈ દિવાળી જેવા તહેવારોમાં શહેરીજનોને રોડરસ્તાને લઈ તકલીફ ન પડે તેવા શુભ આશયથી પક્ષના નેતા અને વોર્ડ નં.૯ના કોપોરેટર દેવચંદભાઈ પટેલ અને વોર્ડ નં.૧૦ના કોપોરેટર મહમદહુસેન ફારુકી દ્વારા આ વિસ્તારના રોડ રસ્તાઓનું લેવલીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે પાલિકાના જેસીબી મશીન દ્વારા આ વિસ્તારના રોડરસ્તાઓને સમતળ કરવાની કામગીરી કરવામાં આવી હતી

તો રસ્તાઓ સમતળ થયા બાદ તેના ઉપર પાણીનો છંટકાવ કરી રોલર મશીન દ્વારા સમગ્ર રસ્તાઓને સમતળ કરી રસ્તાઓને સુંદર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશોમાં પાલિકાની આ કામગીરીને આવકારી તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

તો આ રોડપર પડેલા નાના મોટા ખાડાઓને પણ પુરી તેઓને સમતળ કરી તહેવારો ટાણે શહેરીજનોને હાલાકી ન પડે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું પક્ષના નેતા દેવચંદભાઈ પટેલે જણાવી આ વિસ્તારનો રોડ પર મંજૂર થઈ ગયો હોવાથી દિવાળી બાદ તુરંત આ રોડની કામગીરી શરુ કરાવી આ વિસ્તારની રોડરસ્તાની સમસ્યાનો કાયમી અંત લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવવવાનું પણ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024