આજ રોજ પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચાનાં ઉપાધ્યક્ષ રોહિત પટેલ, આશરો સેવાકીય સંસ્થાનાં પ્રમુખ અને એમના સાથી મિત્ર યુવા મોરચાનાં મંત્રી અમિત દેસાઈ એ પાટણ તાલુકા શેરપુરા (વડલી) પ્રાથમિક શાળા તા.પાટણ ની મુલાકાત લીધી અને સ્કૂલમાં રાષ્ટ્ર નું સ્મૃતિ ચિત્ર અર્પણ કરી પ્રથમ રાષ્ટ્ર ની જાણકારી આપી સ્કૂલમાં ઉનાળાની સિઝનમાં પશુ પક્ષીઓ માટે સ્કૂલની પ્રકૃતિ સાથે જોડાવા પાણીના કુંડા અર્પણ કર્યા.
ત્યારે સ્કૂલ નાં શિક્ષકોનો બાળકો પ્રત્યક્ષ પ્રેમ અને પ્રકૃતિ નો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સ્કૂલ ને પોતાનો પરિવાર સમજી પ્રકૃતિ સાથે બાળકો ને ખેલ મહાકુંભમાં લાભ પણ આ શિક્ષકો ઘરે ઘરે જઈ વાલીઓને સમજાવીને પ્રેરણા પૂરી પાડી હતી.
બાળકોને આગળ જતા પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય, સામાન્ય પરિવારના બાળકો પ્રસિદ્ધિના કારણે પગભર બને તેવી ઈચ્છા ધરાવતા શિક્ષકોની મુલાકાત કરી હતી અને આચાર્ય શૈલેષભાઈ પટેલ, મિતેશભાઇ પટેલ, બાબુભાઈ સ્વામી, વૈશાલી બેન પટેલ, નિશાબેન પટેલ જેવા શિક્ષકો શેરપુરા વડલી પ્રાથમિક શાળાને અનોખો ઓપ આપી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું.
જો આ રીતે શિક્ષક બાળકોને મા-બાપ જેવો પ્રેમ અને શિક્ષણ આપે તો પોતાના ગામની પરિસ્થિતિ સુધારી શકે અને દેશ માટે કંઈક કરી બતાવવાની તાકાત આ સ્કૂલના શિક્ષક ગણ થકી જોવા મળી.
સેવાની અંદર પ્રથમ સેવા શિક્ષણ છે જો એવું ઉજાગર થશે તો બીજી કોઈ સેવાની જરૂર નહીં પડે એવું રોહિત પટેલે જણાવ્યું હતું અને સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલના શિક્ષક ગણનો આભાર વ્યક્ત કર્યો હતો.