પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામના કોવિડ કેર સેન્ટર અને કાકોશી ગામના સામુદાયિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.
તેઓએ કોવિડ કેર સેન્ટર અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દીઓની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગામમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં આવે અને શરૂઆતમાં જ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં આવીને સારવાર લેવા માટે અનુરોધ કર્યો હતો.
જેથી, પરિવારમાં કે ગામમાં અન્ય કોઈને કોરોના થવાનું જોખમ ન રહે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આ મુલાકાત દરમિયાન સિદ્ધપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ડી.આઈ.પટેલ, સંગઠનના ઉપપ્રમુખશ્રી નંદાજી ઠાકોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.એ.રાજપુરા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી હાર્દિક ચૌધરી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.