રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં આયોજીત સંવેદના દિન અંતર્ગત પાટણના નવા શાકમાર્કેટ ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપિસહ જાડેજાની ઉપિસ્થતમાં જિલ્લા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. હતો. જેમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા મા કાર્ડના લાભાર્થીઆેને ગૃહ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે શૈક્ષણિક કીટ તથા સહાય હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપિસહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે મારી સરકાર પારદશિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા એમ ચાર આધારસ્તંભ પર કામ કરશે તેવી નેમ વ્યક્ત કરી હતી. જેને સાર્થક કરતાં રાજ્ય સરકાર માનવીય અભિગમ દાખવી નાગરિકોની મુશ્કેલીના નિરાકરણ માટે કામ કરી રહી છે.
સેવા સેતુ કાર્યક્રમોના આયોજન સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિવિધ સહાયના ફોર્મ ભરવા માટે કચેરીઆેના ધક્કા ન ખાવા પડે અને તંત્રના આટાપાટામાં હેરાન ન થવું પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમો થકી જરૂરિયાતમંદોને સામેથી વિવિધ યોજનાઆેના લાભ એક સાથે એક સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી હેતુ રાજ્ય સરકારની ભૂમિકા દશર્ાવતાં શ્રી જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતમાં સંક્રમણ દર ઘટે, જરૂરી સારવાર સમયસર ઉપલબ્ધ બને તથા દવાઆે અને આેિક્સજન પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે રાત દિવસ કામ કયુઁ છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોના જીવ ગુમાવવાના નુકશાનને ત્રીજી લહેરમાં ઘટાડી શકાય તે માટે રાજ્ય સરકારે આવશ્યક દવાઆેના જથ્થા, હોસ્પિટલ્સ, વેન્ટીલેટર્સ સહિતનું આગોતરૂ આયોજન કયુઁ છે.
વધુમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના મહામારી દરમ્યાન જે લોકોના જીવ બચાવી નથી શકાયા તેમના નિરાધાર બાળકો પ્રતિ સંવેદના દાખવી મુખ્યમંત્રી દ્વારા બાળ સેવા યોજના તથા આફ્ટર કેર યોજનાનો અમલ કરી રાજ્ય સરકાર નોધારાનો આધાર બની છે.
વર્તમાન રાજ્ય સરકારની સફળતાનો શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને આપતાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપિસહ જાડેજાએ જણાવ્યું કે, દિલ્હી બેસીને પણ પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતની ચિંતા કરી છે. નર્મદા યોજનાથી લઈ સ્ટેચ્યુ આફ યુનિટી જેવા અનેક પ્રકલ્પો દ્વારા ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઘરબાર છોડી પોતાનું જીવન ભારતમાતાના ચરણોમાં સમર્પિત કરનાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને અગ્રીમ હરોળનું રાજ્ય બનાવ્યું અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુ્ખ્યમંત્રી નિતિનભાઈ પટેલ આ વિકાસયાત્રાને અવિરત રાખી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર સુપ્રીતસિધ ગુલાટીએ ગૃહ રાજ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને આવકારી સમારોહમાં ઉપિસ્થત નાગરિકોને જિૡા વહિવટી તંત્રં દ્વારા સેવા સેતુ કાર્યક્રમ થકી આપવામાં આવતી નાગરિકલક્ષી સુવિધાઆેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.