પાટણ જિલ્લા ટૉબેકો કંટ્રોલ સેલ દ્રારા સરકારી એન્જીનીયરિંગ કોલેજ કતપુર – પાટણ ખાતે એન.એસ.એસ(NSS)ના સહયોગ થી તાલીમાર્થીઓ માં વ્યસન મુક્તિ અંગે જાગ્રુતિ આવે તે માટે વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધા માં તાલીમાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ અંગે પોતાની આગવી છટામાં સ્પીચ આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ પાટણ ના સોશ્યલ વર્કર મહેશ સોલંકી દ્રારા વ્યસનથી થતા નુકસાન, તમાકુ નિયંત્રણ અઘીનીયમ -2003 ના કાયદાની કલમો અંગે અને વ્યસન છોડવા ના ઉપાયો અંગે, કોવીડ -19 અંગે તેમજ તાલીમાર્થીઓ અને સ્ટાફગણ વ્યસન થી દૂર રહે અને કોલેજ સંકુલ તમાકુ મુકત રહે તે માટે માર્ગદર્શન આપી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.વધુ માં વ્યસન એ યુવાવર્ગ નુ તેજ, જુસ્સો, અને જોમ હણી નાખી કારકિર્દી ખતમ કરી નાખે છે તે અંગે અવગત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ ને અનુરૂપ કોલેજ ના પ્રિન્સિપાલ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.સ્પર્ધા માં ભાગ લેનાર તાલીમાર્થીઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નુ આયોજન કોલજ ના પ્રિન્સિપાલ ડો. એચ.એસ. પટેલ, પ્રોફેસર પી.ડી. પટેલ, એન.કે. ડાભી, એન.એસ.એસ(NSS) ના સ્વયંમ સેવકો તેમજ MPHW શ્રી મયંક વાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં MO ડો. રશ્મિકા પટેલ, MPHS અનિલ અગ્રવાલ અને MPHW મયંકભાઇ વાણીયા હાજર રહ્યા હતા.