આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્વચ્છ ભારત(કલીન ઇન્ડિયા ) કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે
ત્યારે પાટણ શહેરના રેલ્વે ગરનાળા પાસે આવેલ દિવ્ય આશિષ કોમ્પલેક્ષ આગળ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે જેમાં આજુબાજુના ડોકટર તેમજ એમઆર દ્વારા બાયો મેડિકલ વેસ્ટ નાંખવામાં આવતો હોવાથી બાયોવેસ્ટ કચરાના ઢગમાં જોવા મળી રહ્યો છે
ત્યારે આજ કોમ્પલેક્ષમાં ટયુશન કલાસીસ પણ આવેલ હોઇ ટ્યુશને આવતા વિદ્યાર્થીઓને બાયોવેસ્ટ તેમજ ગંદકીથી બિમાર પડવાનો વારો આવ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે કચરાના ઢગ અને નાંખવામાં આવેલ બાયોવેસ્ટ દૂર કરવા આવી તેવી કોમ્પલેક્ષના વેપારીઓમાં માંગ ઉઠવા પામી છે.
સાથે સાથે બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાર્ગ પર નાંખતાં એમઆર સહિત ડોકટરો સામે પણ આરોગ્ય વિભાગ દવારા દંડાત્મક પગલા ભરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.