સમગ્ર ભારત દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે ત્યારે આરોગ્ય તંત્ર સહિત શાસન પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે ત્યારે ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર સફાળું જાગી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ત્યારે પાટણ જિૡાના તાલુકા મથક ચાણસ્મા ખાતે તાલુકા હેલ્થ આેફિસરની રાહબરી હેઠળ પ્રવિણાબેન વ્યાસ અને તાલુકા હેલ્થના કર્મચારી દ્વારા પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરમાં ડોર ટુ ડોર સર્વે કરી કોરોના સામે રક્ષણ મેળવવા માહિતી આપી કરી રહ્યા છે. તેમજ નગરજનોને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા સહિત માસ્ક અવશ્ય પહેરવા અપીલ કરી રહયા છે.