હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણની કારોબારી સમિતિ દવારા યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓને સેમેસ્ટર-ર માં મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે યુનિવર્સીટી દવારા પોસ્ટ ગ્રેજયુએશનના સેમેસ્ટર-ર ના વિધાર્થીઓને એવો વિકલ્પ આપવામાં આવ્યો છે કે જે વિધાર્થીઓ પરીક્ષાા આપવા માંગતા નથી તેમને મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવામાં આવશે જયારે જે વિધાર્થીઓ પરીક્ષાા આપવા માંગતા હોય તેમના માટે પણ વિકલ્પ રાખીને આગામી નવમી ઓગસ્ટથી તેમની પરીક્ષાા લેવા યુનિવર્સીટીએ તૈયારી દશાવી છે અને આ માટે વિધાર્થીઓને ચાર ચાર દિવસમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી દેવા જણાવાયું છે.
અને કારોબારીમાં સર્વેનુમતે નિર્ણય થતાં ચાલુ ઈ.સી. બેઠકમાંથી ઈ.સી. મેમ્બરો સાથે કુલપતિ વહીવટી ભવનની બહાર આવી વિધાર્થીઓને મેરિટ બેઝ પ્રોગ્રેશનની વાત કરતા વિધાર્થીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું અને અન્ય યુનિવર્સીટીઓએ જે રીતે મેરીટ બેઝ પ્રોગ્રેશન વિધાર્થીઓને આપ્યા છે તેનો સંપૂર્ણપણે અભ્યાસ કરી આગામી ર૯મી તારીખના રોજ મેરીટ બેઝ પ્રોગ્રેશનનો પરિપત્ર પણ બહાર પાડવાનું જણાવ્યું હતું.