અંજાર થી અજમેર જઈ રહેલા મુસ્લિમ પરિવારને નડેલ અકસ્માત ની પોલીસે તપાસ હાથ ધરી…
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર અકસ્માતોની પરંપરા યથાવત રહેવા પામી છે ત્યારે બુધવારના રોજ રાધનપુરનાં વારાહી નેશનલ હાઈવે માર્ગ પર થી પસાર થઈ રહેલ ઈકો ગાડી ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઇકો કાર પલટી ખાઈ જતા ચાલકનું ગંભીર ઈજાઓ ના કારણે મોત નીપજ્યું હતું. અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આકસ્માતની મળતી હકીકત મુજબ અંજાર થી અજમેર ઇકો ગાડીમાં જઈ રહેલા મુસ્લિમ પરિવાર ની ઈકો ગાડી બુધવારના રોજ રાધનપુર વારાહી નેશનલ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ઇકો ગાડીને ટક્કર મારતા ઈકો માર્ગ પર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ઇકો ગાડીના ચાલક અબ્બાસ અલી શેખ નું મોત નીપજ્યું હતું. જ્યારે ઇકો ગાડીમાં બેઠેલા અન્ય મુસ્લિમ પરિવાર ના ઈસમોને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામુ કરી લાશને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.