fire in a child hospital

કાંકરેજ તાલુકાના શિહોરી ની ખાનગી હોસ્પિટલમાં આજે સવારે આગ લાગી હતી બાળકોની આ હોસ્પિટલ હતી અને આગ લાગવાને કારણે એક બાળકનું મોત થયું હતું જ્યારે બે બાળકો ગંભીર બન્યા હતા. જોકે સરકારી રેફરલ હોસ્પિટલમાં પણ આ બાળકોની સારવાર મા બેદરકારી સામે આવી હતી અને તેને લઈને ગ્રામજનોમાં રોષ હતો ત્યારે શિહોરી પોલીસે અત્યારે તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.

શિહોરી ની ખાનગી બાળકોની હોસ્પિટલમાં સવારે શોર્ટ સર્કિટથી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતું આઇ સી યુ વિભાગમાં આગ લાગતા ત્યાં ત્રણ બાળકો સારવાર માટે દાખલ હતા જેમાંથી એક બાળકનું મોત થયું હતું જ્યારે અન્ય બે ગંભીર થયા હતા જોકે ડોક્ટર અને ગ્રામજનો દ્વારા કાચ તોડી અને બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એક બાળકનું મોત થયું હતું.

ખાનગી હની નામ ની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા અને એક બાળકનું મોત થતા અન્ય બે બાળકો પણ ગંભીર હાલતમાં હતા જેમને શિહોરી ની સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ ડોક્ટરે પોણા કલાક બાદ પણ સારવાર ન કરતા આખરે ગ્રામજનોએ ડીસા ખાનગી હોસ્પિટલમાં બાળકોને ખસેડવાની ફરજ પડી હતી આ ત્રણેય બાળકો 10 દિવસથી વધારે દિવસોના ન હતા ત્યારે હજી દુનિયા પણ જોઈ નથી અને આ બાળકો સાથે આવી મોટી ઘટના બની હતી જોકે તેમના વાલીઓએ પણ રેફરલ હોસ્પિટલ ના ડોક્ટર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અમારા બાળકોને સારવાર ન મળી અને જેના લીધે આ બાળકો ગંભીર બન્યા આમ રેફરલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને લઈને ગ્રામજનોમાં પણ રોષ છે અને આ ડોક્ટરની બદલી કરવાની પણ માગણી કરી છે.

શિહોરી ની રેફરલ હોસ્પિટલના જે ડોક્ટર પર બેદરકારીનાક્ષેપ લગાવ્યા છે તે ડોક્ટરનું કહેવું છે કે મેં બાળકોની સારવાર કરી છે પરંતુ ગ્રામજનોએ રોશ સાથે હોસ્પિટલ ના દરવાજાની તોડવાની કોશિશ કરી હતી જોકે ગ્રામજનોના રોશ સામે ડોક્ટરે પોતાનો બચાવ પક્ષ મૂક્યો હતો અને છટકવાની કોશિશ કરી હતી ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા અને એક બાળકનું મોત થતા રેફરલ હોસ્પિટલની બેદરકારી સામે તાલુકા આરોગ્ય અધિકારી પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યારે ગ્રામજનો એ પણ રજૂઆત કરતા આ ડોક્ટરની બેદરકારી સામે આવી હતી અને ડોક્ટરની બેદરકારીને લઈને જે પ્રકારે રિપોર્ટ તૈયાર થશે અને ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારી સાથે બેસીને નિર્ણય કરાશે શિહોરી માં આગ ની ઘટનાને લઈને દિયોદર ડીવાયએસપી પણ શિહોરી ખાતે દોડી ગયા હતા અને પોલીસે પણ આગ લાગવાની ઘટનામાં બચાવ પક્ષની કામગીરી કરી હતી જ્યારે આગ લાગવાની ઘટનામાં બાળકનું મોત થતા પોલીસે અત્યારે તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને એફએસએલ ફાયર સેફ્ટી અને આરોગ્ય અધિકારીના રિપોર્ટ બાદ જે દોષિત હશે તેમની સામે એફઆઇઆર પણ થશે વહેલી સવારે 5:45 એ ખાનગી હોસ્પિટલ મા આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ બાળકોને છ વાગે રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા જોકે ગ્રામજનોના આક્ષેપ પ્રમાણે સારવારને મળતા તેમને પણ સાત વાગે ડીસાની ખાનગીઓ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા ત્યારબાદ પોલીસ આવી હતી અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

શિહોરી માં રેફરલ હોસ્પિટલ માં ડોક્ટરની બેદરકારીના મામલે ડોક્ટર પ્રતીક રાઠોડને રેફરલ હોસ્પિટલ માંથી ફરજ મુક્ત કરાયા હતા જિલ્લા આરોગ્ય અધિકારીએ ગ્રામજનોની રજૂઆતને પગલે તાત્કાલિક નિર્ણય લેવાયો હતો શિહોરી ખાનગી હોસ્પિટલમાં બે બાળકોની દાઝવાની ઘટનામાં બાળકોની સારવાર ન કર્યાના આક્ષેપ ને લઈ ને જિલ્લા અધિકારીએ તાત્કાલિક નિર્ણય લીધો હતો.

મૃતક બાળકો નું નામ

લાલાભાઇ રાવળ ઉં.વ. 4 દિવસ. ઉંબરી

ઘાયલ બાળકો ના નામ

કુલદીપ સિંહ ઉં.વ. 5 દિવસ. શિહોરી

આરતી સોલંકી ઉં.વ. 8 દિવસ.

રિપોર્ટર: ચેહરસિંહ વાઘેલા બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024