ગુજરાત રાજયમાં શિક્ષાીત બેરોજગારોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહયો છે ત્યારે કેટલાક શિક્ષાીત બેરોજગાર યુવાનો પોતાની કારકિર્દી ઘડવા અને પી.એસ.આઈ., પી.આઈ. સહિત કોન્સ્ટેબલ અને આર્મીમાં જોડાવવા માટે તનતોડ મહેનત કરવા યુનિવર્સીટી ગ્રાઉન્ડમાં સવાર અને સાંજ જોવા મળતા હોય છે.
ત્યારે આ યુવાનો વિવિધ દેશ સેવાની ફજર પર જોડાવવા માટે પોતાના શરીરને મજબૂત કરવા વિવિધ પ્રકારની કસરતો કરી તેમાં આવનાર પરીક્ષાામાં ભાગ લેવા માટેની તૈયારીઓ કરતા હોવાનું એક શિક્ષાીત બેરોજગાર યુવાને જણાવ્યું હતું.