પાટણ : પ્રજ્ઞા અભિગમ અંતર્ગત શિક્ષાણની અપાઈ રહી છે સેવા

પોસ્ટ કેવી લાગી?

સમગ્ર વિશ્વમાં કોરોનાની વૈશ્વકિ મહામારી ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા શેક્ષણિક કાર્ય આેનલાઈન કરવામાં આવ્યું છે ત્યારે પાટણ શહેરની વિવિધ શાળા-કોલેજો અને યુનિવિર્સટીમાં પણ ક્રમશ શૈક્ષણિક કાર્ય આેનલાઇન આરંભાયુ છે

ત્યારે ધોરણ ૧ અને ર માં અભ્યાસ કરતા બાળકોને પ્રજ્ઞા અભિગમ અંતર્ગત શૈક્ષણિક કાર્ય પૂરું પાડવા સૂચિત કરાતા જેને ધ્યાનમાં રાખી પાટણ શહેરની ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળાના મહિલા શિક્ષિકા અવની બેન પ્રજાપતિ દ્વારા ધોરણ ૧ અને ર ના બાળકોને પ્રજ્ઞા અભિગમ મુજબ શૈક્ષણિક કાર્ય પૂરું પાડવા તેમજ બાળકોને શિક્ષણની સાથે સાથે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઆે કરાવવામાં આવી રહી છે.

શિક્ષિકા અવનીબેન પ્રજાપતિ દ્વારા શહેરના હર્ષનગર વિસ્તારમાં કોમન પ્લોટના મકાનમાં આ વિસ્તારના ધોરણ-૧ અને ર ના તમામ બાળકોને કોરોનાની ગાઈડલાઈન મુજબ સેનેટાઈઝર થી હાથ સાફ કરાવી સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવી તમામ બાળકોને ફરજિયાત માસ્ક પહેરાવી શિક્ષણકાર્ય આપવામાં આવી રહયું છે તો નાના ભૂલકાઆે ના માતા પિતા પણ હોસે હોસે પોતાના બાળકને ઘર આંગણે મળતા શિક્ષણ માટે ઉત્સાહી બન્યા હોવાનું જણાવ્યું હતું.

પાટણની ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળાના શિક્ષિકા અવનીબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને ધોરણ ૧ અને ર ના બાળકોને પ્રજ્ઞા અભિગમ મુજબ આેનલાઇન શૈક્ષણિક કાર્ય આરંભ્યું છે પરંતુ આ વિસ્તારના જરૂરીયાત મંદ પરિવારનાં બાળકોનાં વાલીઆે પાસે નેટ આધારિત મોબાઈલ ની સુવિધા ઉપલબ્ધ ન હોય

જેને ધ્યાનમાં રાખીને આવા બાળકોના શૈક્ષણિક કાર્ય ને ધ્યાનમાં રાખીને તેઆેના વિસ્તારમાં જઈને તેઆે દ્વારા શૈક્ષણિક કાર્યની સાથે સાથે બાળકોને મનોરંજનની રમતો રમાડી પોતાની ફરજ અદા કરાતી હોવાનું તેઆેએ જણાવ્યું હતું.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures