પાટણ શહેરમાં (Patan CIty) ચાલુ વર્ષે ૧૩૯ મી ભગવાન જગન્નાથની રથયાત્રાને (Rathyatra of Lord Jagannath)પરંપરાગત રીતે યોજવાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે. કોરોનાને ધ્યાને રાખી વહીવટી તંત્ર સહયોગી બની મંજૂરી આપે તો પાલનહાર આ મહામારીને પણ હરી લેશે, તેવી શ્રદ્ઘા પણ વ્યક્ત કરવામાં આવી હતી. પાટણમાં રથયાત્રા નીકળે એ માટે બે ધારાસભ્યો(MLA), શહેર ભાજપ (BJP) પ્રમુખ અને નગરપતિએ સહયોગની ખાતરી આપી છે. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો કમિટીએ હાઇકોર્ટમાં (High Court) જવાની પણ તૈયારી દર્શાવી છે.

રથયાત્રા (Rathyatra) કમીટીના કન્વીનર પીયૂસ આચાર્યે જણાવ્યું હતું કે, ૧૩૯મી રથયાત્રા પરંપરાગત યોજવા તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે કોરોનાની મહામારીને ધ્યાને લઈ રથયાત્રાનો રૂટ ટૂંકાવી અને ૧૧ જેટલી જ ઝાંખીઓ સાથે વહીવટીતંત્ર કમિટી બનાવે તેમના દિશાનિદેશ અને માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાની પણ ખાત્રી આપીએ છીએ. પ્રતિવર્ષ એક દિવસ જગતનો નાથ નગરચયાએ નિકળે છે, તે પરંપરાગત જળવાય તે માટે વહિવટીતંત્ર સહયોગી બને તેવી અપેક્ષા વ્યકત કરી હતી અને જરૂર પડે તો ગતવર્ષની માફક હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવવા પડશે તો તૈયારી બતાવી હતી.

પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ , સિધ્ધપુરના ચંદનજી ઠાકોરે પણ હાલમાં જ્યારે કોરોના રોગચાળો અંકુશમાં આવ્યો છે. ત્યારે વહીવટીતંત્રએ યોગ્ય માર્ગદર્શિકાના પાલન સાથે રથયાત્રા યોજવા સાનુકુળતા દાખવવી જોઇએ અને આ અંગે તંત્રને લેખીત બાંહેધરી આપવાની પણ તૈયારી દાખવી હતી અને ભગવાન જગન્નાાથજીની સમગ્ર વિશ્વ ઉપર કૃપાદૃષ્ટિ વરસે તેવી પ્રાર્થના કરી હતી.

પાટણ પાલિકાના પ્રમુખ સ્મિતાતાબેન પટેલ , શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ પણ માર્ગદર્શિકા અનુસાર રથયાત્રા યોજવા તંત્રએ સહયોગી બનવું જોઇએ તેવો સૂર વ્યકત કર્યો હતો. ટ્રસ્ટી પ્રવિણભાઇ બારોટે જણાવ્યું હતું કે, જગતનો નાથ જગન્નાાથ સર્વવ્યાપી છે અને અહીં આવનારો પ્રત્યેક વ્યકિત નાતજાત ભુલી એક પંગતે જમે છે. ભગવાનનો રથ મુસ્લીમ બિરાદરો બનાવે છે.

ત્યારે જગત પાલનહારની કૃપા પામવા સર્વેમાં નગરજનો આતુરતાથી રથયાત્રાની રાહ જોતાં હોઈ પરંપરાગત રથયાત્રાની મંજુરી આપવા તંત્રએ સહાનુભૂતિપુર્વક વિચારણા કરવી જોઈએ.પ્રખર પ્રકાંડશાસ્ત્રી અરવિંદભાઇ ડો. અમિતભાઇએ રથયાત્રાનું મહત્વ સમજાવી ભગવાનનાં કાર્યમાં સહયોગી બનવા અને નગર સહિત રાષ્ટ્રને કોરોનાથી મુકત કરવા રથયાત્રા યોજવા દેવાનો સુર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024