ખાનગી હોસ્પિટલમાં સમયસરની સારવાર મળતા બાળકોની હાલતમાં સુધારો. ખાનગી તબીબ દ્વારા આરોગ્ય વિભાગ અને ફુડ વિભાગને જાણ કરાતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.
સિદ્ધપુર શહેરમાં રવીવારે સાંજે પાણી પુરી આરોગ્યા બાદ પાંચ જેટલાં લોકો ને ફુડ પોઈઝનિગ ની અસર થતાં તમામને સિધ્ધપુર ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
સૂત્રો ના જણાવ્યા અનુસાર સિધ્ધપુર શહેરના ગુલીસ્તાન વિસ્તારમાં રહેતા પાંચ જેટલા બાળકોએ રવિવારની સાંજે લારી ઉપર મળતી પાણી પુરી આરોગી હતી અને તે તમામ બાળકોને રાત્રે પેટમાં દુખાવાની સાથે ઝાડા ઉલટી શરૂ થતા પરિવાર જનો સોમવારની વહેલી સવારે સિધ્ધપુર શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામને સમયસરની સારવાર મળી રહેતાં હાલ પાંચેય બાળકોની સ્થિતિ સારી હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું તો આ બાબતે આરોગ્ય અને ફુડ વિભાગ તંત્રને તબીબ દ્વારા જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.