Sinad village of Radhanpur taluk was adopted by Bharatsinhji Dabhi

મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhi) આદર્શ ગ્રામના સ્વપ્નને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) દ્વારા ગતા તા.૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહજી ડાભીએ (Patan BJP MP Bharatsinh Dabhi) રાધનપુર (Radhanpur) તાલુકના સિનાડ ગામને દત્તક લીધું છે.

ગ્રામ્ય કક્ષાએ રાજ્ય સરકારની વિવિધ ગ્રામવિકાસલક્ષી યોજનાઓનો (Yojana) લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તથા ગામનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ થાય તે માટે અમલી સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સાંસદ ભરતસિંહજી ડાભીએ (Bharatsinh Dabhi) અગાઉ હારીજ તાલુકાના રોડા, ચાણસ્મા તાલુકાના કંબોઈ, સિદ્ધપુર તાલુકાના દેથળી અને કલ્યાણા તથા સરસ્વતી તાલુકાના કનોસણ ગામને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવા પસંદ કર્યું હતું. તાજેતરમાં સાંસદશ્રી દ્વારા તેમના મતવિસ્તારના કુલ ચાર પસંદ કરવામાં આવ્યા છે.

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનોના સહકારથી ગામમાં વ્યસનમુક્તિ, ગ્રામજનો એક સંપથી રહે, કરવેરા નિયમિત ભરે, સ્વચ્છતા જાળવે અને સરકારશ્રીના વિવિધ વિભાગો પોતાના બજેટમાં સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદ કરવામાં આવેલ ગામને પ્રાધાન્ય આપે તે જોવા માન.સાંસદશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024