પાટણ મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ અલકાબેન દરજી તથા તેમના સ્ટાફ દ્વારા સરકાર માન્ય નાબાર્ડ યોજના અંતર્ગત સ્ટાઈપન ૭પ૦/- રૂપિયા તથા ૧પ દિવસ ની એડવાન્સ ટેલરિંગ ક્લાસ કરતી ૯૦ જેટલી બહેનો ને ૧પ દિવસની ટ્રેનિંગ પૂર્ણ થતા વિવિધ ગામો અઘાર, વધાસર, અને કાસા ગામની બહેનોને રૂપિયા ૭પ૦ રૂ. નું સ્ટાઈપન તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ ટ્રેનિંગ લેનાર બેહનોને તેમના જ ગામમાં યુનિટ સ્થાપીને બે વર્ષ સુધી સિવણકામની રોજગારી પૂરી પાડવામાં આવશે અને આ રોજગારીથી બહેનો દર મહિને ચારથી પાંચ હજારની રકમ ની રોજગારી મેળવી આત્મનિર્ભર બહેનોને બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાબાર્ડ યોજના અધિકારી તેમજ બેંકના અધિકારીઓએ સ્થળ ઉપર ઉપસ્થિત રહી બહેનોને સન્માનિત કરી ભવિષ્યમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.