પાટણ(patan) સબજેલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અધિક પોલીસ મહા નિર્દેશક ડો.કે.એલ.એન.રાવની સૂચના મુજબ જેલ અધિક્ષાક એચ.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાટણ(patan) સબજેલ ખાતે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં સ્વર સંદિપ મુઝિકલ ગૃ્રપના સંદિપભાઈ ખત્રી, આસુતોષ ભાઈ દવે, સુલેખાબેન જોષી, પ્રદિપભાઈ સાલવી ઉપસ્થિત રહયા હતા અને આ કાર્યક્રમનું સંચાલન પાર્થભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં દેશભકિતના ગીતો તેમજ ભકિતમય ગીતોની રજૂઆત કરી આરોપીઓને મનોરંજન મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સુબેદાર ભીખુસિંહ રાણા, પોપટભાઈ યોગી તેમજ મેડિકલ ઓફિસર ડો.પી.એ. પટેલ તેમજ અત્રેની જેલના સંગીત શિક્ષાક મેહુલભાઈ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024