પાટણ શહેર સહિત સમગ્ર જિૡામાં કેટલાક ઈસમો દ્વારા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા ચોક્કસ બાતમીના આધારે આવા ભેળસેળિયા તત્વોને ત્યાં ઓચિંતી રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.
ગુરૂવારના રોજ અમદાવાદ ધાટલોડીયા વિસ્તારમાં રહેતા અને એમ ફોર યુ ઈન્ટલેકચ્યુઅલ પ્રોપટી રાઈટ સર્વિસ નામની કંપનીના પ્રોપરાઈટર હિરેનભાઇ મુકેશભાઈ પટેલે પોતાની કંપનીની ડુપ્લીકેટ વસ્તુઓનું પાટણ શહેરમાં વેચાણ થતું હોવાની મળેલી હકીકતનાં આધારે ગુરૂવારના રોજ આ બાબતે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને અવગત કરી પાટણ ખાતે આવી પાટણ બી ડિવિઝન પોલીસને સાથે રાખી પાટણ શહેરના ઉંઝા રોડ પર આવેલ દર્શન ગોડાઉનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં કાકા સોપારીનાં પ્લાસ્ટિકનાં પેકીગ મોટી માત્રામાં મળી આવતાં અને ગોડાઉનમાં હાજર વ્યક્તિની પુછપરછ કરતાં આ ડુપ્લીકેટ વસ્તુઓનો જથ્થો ગોડાઉનના માલિક અને પાટણ શહેરની કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા પટેલ હિતેશ જયંતીભાઈનો હોવાનું જણાવતા સ્થળ પરથી કાકાના મસાલા પેકીગ કરેલ કુલ નંગ પર૮૦ તેમજ અન્ય સાધન સામગ્રી મળી અંદાજિત રૂ.૩,૧ર,ર૦૦ નો મુદ્દામાલ હસ્તગત કરી હિતેષ જયંતિભાઈ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
ગોડાઉનમાં તપાસ દરમિયાન મળી આવેલ મુદ્દામાલમાં કાકાની સોપારી બ્રાન્ડની ડુપ્લીકેટ રેપર વાળા પાઉચ, કાકાની સોપારીના તૈયાર મસાલાના તમાકુ તથા ચુના સાથેના પ્લાસ્ટીકની કોથળીમાં પેકીંગ પાઉચ નંગ રર૪ કોથળીમાં કુલ રર નંગ તૈયાર મસાલા એક કોથળીમાં તેવી ર૦-ર૦ કોથળીઓ એક મોટી પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલ છે જે ફુલ મોટી પ્લાસટીકની કોથળીઓ કુલ નંગ -૧ર ( કાકાની સોપારીના કુલ નંગ તૈયાર મસાલા ફૂલ નંગ -પર૮૦ / – ) જે એક મોટી પ્લાસ્ટીકની કોથળીની કી.રૂ. રપ૦૦ / તેને ૧ર કોથળીઓના ફુલ કી રૂ ૩૦,૦૦૦ / – સહિત કાકાની સોપારી બ્રાન્ડની સોપારીના પેકીંગ પાઉચ મળી કુલ કિંમત રૂ .૩,૧ર,ર૦૦ / – મુદ્દામાલ પોલીસે હસ્તગત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.