પાટણ જિલ્લામાં આજથી ધોરણ ૯ થી ૧ર ની પ્રથમ વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે.આજે પ્રથમ દિવસે સવારે ધો ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયની પરીક્ષા યોજાઈ છે.

આ પરિક્ષામાં મોટાભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા બોર્ડના પ્રશ્નપત્ર સ્વીકારવાનો વિકલ્પ અપનાવવામાં આવ્યો છે.પાટણ જિલ્લામાં ધોરણ ૯ , ૧૦ , ૧૧ અને ૧ર ની પ્રથમ વાર્ષિક પરીક્ષાનું ૧૮ થી ર૭ ઓક્ટોબર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે .

જેમાં પાટણ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુલ રપ૯ શાળાઓમાં આજથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો . જેમાં આશરે ૬૦ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સોમવારે ધો ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયની પરીક્ષા યોજાઈ હતી .

જ્યારે ધો ૧૧ અને ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયની પરીક્ષા યોજાઈ હતી. ધો ૧૧ અને ૧ર સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. પ્રથમ વાર્ષિક પરીક્ષાનો સમય બે ભાગમાં રાખવામાં આવ્યો છે . જેમાં ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ માટે સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી એમ બે કલાકનો સમય હતો.

જ્યારે ધોરણ -૧૦ અને ૧ર માં પરીક્ષાનો બપોરે ર થી પ વાગ્યા સુધીનો એમ ત્રણ કલાકનો સમય હતો. ધોરણ ૯ અને ૧૧ ની પરીક્ષા પ૦ માર્કસની હતી અને ધોરણ ૧૦ અને ૧ર ની પરીક્ષા ૮૦ ગુણની યોજાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024