ભકિત, શકિત અને આરાધના ત્રિવેણી સંગમ સાથે પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ નવલા નોરતાની ભકિતસભર હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી ત્યારે નોરતાના અંતિમ દિવસે પાટણ હાઈવે સ્થિત અંબિકા ટાઉનશીપના ખેલૈયાઓ વિવિધ ટ્રેડીશનલ ડ્રેસ સાથે મનમૂકીને ગરબે ઘુમતા જોવા મળ્યા હતા.

તો કેટલીક શ્રધ્ધાળુ બહેનોએ માતાજીનો માટીનો ગરબો માથે ઉપાડી ગરબે ઘુમતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો અંતિમ દિવસે સ્થાનિક રહીશો દ્વારા માતાજીની સમૂહ આરતી ઉતારી માતાજીને વળાવી નવરાત્રી પર્વની પૂણાહૂતિ કરી હતી.

તો અંબિકા ટાઉનશીપમાં નવલા નોરતાના અંતિમ દિવસે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોને લઈ સ્થાનિક રહીશે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024