પાટણ શહેર ભાજપ દ્વારા પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકામાં પ્રથમવાર જ પ્રચંડ બહુમતિ સાથે ભાજપનો વિજય થતાં તેની ખુશાલીમાં શહેરનાં બગવાડા દરવાજા ખાતે ભવ્ય આતશબાજી કરાઇ હતી.
ગાંધીનગરમાં ભાજપને ૪૪ માંથી ૪૧ બેઠકો મળી હતી. પાટણમાં ભાજપ દ્વારા કરાયેલી આતશબાજીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું કે , આ પ્રચંડ જીત ભાજપનાં કાર્યકરોની મહેનતનું ફળ છે તથા અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ચૂંટણી વ્યુહરચના – પેજ પ્રમુખ – કમિટીનું સુગ્રથિત આયોજનનું જ આ સફળ પરિણામ મળ્યું છે .
તેમણે કહ્યું કે , કોંગ્રેસ અને આપ બે અને એક બેઠક ઉપર જ અટકી ગઇ હતી . તેમને પ્રજાએ સ્વીકાર્ય નથી. રાજ્યની પ્રજાએવડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગાંધીનગર એ અમિત શાહનો સંસદીય મત વિસ્તાર છે તથા કોરોના કાળમાં લોકોની સારવારનાં આયોજનનો પણ ભાજપને લાભ મળ્યો છે.
આ પરિણામોથી એ સાબિત થયું કે , ત્રીજી પાર્ટીને ગુજરાતમાં કોઇ સ્થાન નથી અને રાજ્યમાં કોંગ્રેસ હવાતિયાં મારી રહી છે . કોંગ્રેસનાં કાર્યકરો લોકો પ્રજાની વચ્ચે જતા નથી. જ્યારે બી.જે.પી.નાં કાર્યકરો પ્રજાના વચ્ચે રહેતા હોવાનું જણાવ્યું હતું.