પાટણ ખાતે વર્ષોથી કાર્યરત એનસીસી પ્રવૃત્તિ સાથે વિવિધ શાળા કોલેજોનાં છાત્રો સહઅભ્યાસિક વિષય તરીકે જોડાયેલા છે . આ છાત્રોને દેશ સેવાનાં તમામ આયામોની તાલીમ પાટણ ખાતે અપાય છે .
આવી બે વર્ષની એનસીસીની તાલીમ બાદ આજે તેઓની પ્રેકિ્ટકલ પરીક્ષાઓ લેવાનો કાર્યક્રમ અને કેમ્પ પાટણ ખાતે યોજાયો હતો. આ છાત્રોએ બે વર્ષમાં તેઓ જે કાંઇ શિખ્યા હોય તેનો નિચોડ આજે તેઓએ સફળતા પૂર્વક પ્રસ્તુત કર્યો હતો.
આ પ્રેકિ્ટકલ પરીક્ષા માટે આવેલા એનસીસીનાં મહેસાણા ખાતેની ૭ બટાલિયનમાં સુબેદાર મેજર ને કરામજી તથા પાટણનાં એનસીસી અધિકારી સાયન્સનાં પ્રાધ્યાપક ડા . લક્ષ્મણભાઈ ભૂતડિયા તથા સ્ટાફે જણાવ્યું કે , પાટણની એમ.એન. સાયન્સ કોલેજ ખાતે કાર્યરત એનસીસી કેન્દ્ર સાથે જોડાયેલા ર૯૯ જેટલા કેડેટ્સની પાંચ પ્રકારની પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હતી. તેમાં પાટણની સાયન્સ કોલેજ,પી.કે. કોટવાલા આર્ટસ કોલેજ, ટી.આર.એસ. કોમર્સ કોલેજ , તથા ચાણસ્માની કોલેજનાં છાત્રોએ વિવિધ પ્રકારનાં ટેસ્ટ પ્રસ્તુત કર્યો હતા. જેમાં ડ્રીલ ટેસ્ટ, વેપન ટ્રેનિંગ, પરિડગે, સિગ્નલ, એફ.સી.બી.સી. તથા જિમીંગ પધ્ધતિની તાલીમનાં ટેસ્ટ લેવાયા હતા.
મેજર નેફરામજીએ જણાવ્યું કે, અહીં દરેક કેડેટનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે. અમે આ છાત્રોની બી અને સીસર્ટીફીકેટ માટેની પ્રેકિ્ટકલ પરીક્ષા આયોજીત કરી હતી.
બાળકોને એનસીસીમાં તાલીમ આપીને દેશની સેવામાં મોકલી શકાય તે રીતે તેઓને તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ દેશમાં યુધ્ધક્ષેત્રે કે આપત્તિઓનાં સમયે જવા માટે તૈયાર હોય તેઓ દેશનાં સારા નાગરીક બની શકે છે.