રાજય સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષાણના કાયદા ર૦૦૯ અંતર્ગત તા.૧ જૂન ર૦ર૧ ના રોજ પાંચ વર્ષે પૂર્ણ કર્યા હોય તેવા નબળા અને વંચિત જૂથના બાળકોને ધો.૧માં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ ર૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને કુલ બેઠકોના રપ ટકા પ્રમાણે ધો.૧માં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે.

આ આરટીઈ અંતર્ગત રાજય સરકાર દ્વારા રપ જૂન ર૦ર૧થી પ જુલાઈ ર૦ર૧ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ નકકી કરવામાં આવી હતી ત્યારે રાજય સરકાર દ્વારા આરટીઈ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવા માટે જુદી જુદી પાંચ વેબસાઈટો મૂકવામાં આવી હતી. આ વેબસાઈટ રપ તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરુઆત થતાંની સાથે જ સર્વર ડાઉન રહેતાં વાલીઓને પોતાના બાળકોના આરટીઈ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરાવવા માટે ધરમધકકા ખાવા પડી રહયા છે

ત્યારે આરટીઈના ઓનલાઈન ફોર્મ ભરવાની શરુઆત થતાં જ પાંચેય વેબસાઈટોના સર્વર એકદમ ધીમુ રહેતાં વિધાર્થીઓના અડધા જ ફોમો ભરાતાં વાલીઓને આખો દિવસ સાયબર કાફે ઉપર બેસી રહેવાની ફરજ પડી હતી. તેમ છતાં સર્વર ડાઉન જ રહેતાં તેઓને પોતાનો આખો દિવસ બગાડયા બાદ આજરોજ ફરીથી પોતણાના બાળકોનો આરટીઈ અંતર્ગત ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા વાલીઓ આવતાં આજેપણ આરટીઈની વેબસાઈટનું સર્વર એકદમ ધીમુ રહેતાં વાલીઓ મુંઝવણમાં મૂકાયા હતા અને પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે સાયબર કાફેના ધરમધકકા ખાવાની ફરજ પડી હતી.

ત્યારે સાયબર કાફેમાં પોતાના બાળકોનું ઓનલાઈન ફોર્મ ભરાવવા આવેલા વાલીઓએ આરટીઈની વેબસાઈટનું સર્વર એકદમ ધીમુ રહેતાં તેઓ છેલ્લા બે દિવસથી પ્રવેશ ફોર્મ ભરાવવા માટેના ધરમધકકા ખાતા હોવાનો બળાપો વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024