ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધિકારીઓ દ્વારા શંકાસ્પદ કુલ ૨૧૯ ડબ્બા ઘી નાં સિઝ કયૉ..
શંકાસ્પદ ઘી નાં જથ્થા માંથી નમુના મેળવી પૃથક્કરણ માટે સરકારી લેબ માં મોકલી આગળની તપાસ હાથ ધરી..
પાટણ દરવાજા સ્થિત ઘી બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય ઘી માં ભેળસેળ કરતા હોવાની ખાનગી રાહે પાટણના ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધિકારીઓને માહિતી પ્રાપ્ત થતા સોમવારના રોજ પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન ની કચેરીના અધિકારી સહિત ની ટીમ દ્વારા શહેરના ત્રણ દરવાજા સ્થિત ઘી બજારના બે વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરી તેમાંથી નમુના મેળવી સરકારી લેબ માં પૃથ કરણ માટે મોકલી આપી આગળ ની તજવીજ હાથ ધરતાં ધી બજારમાં ભેળસેળયુક્ત ધી નું વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ બાબતે પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધિકારી વિપુલ ભાઈ ચૌધરીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ શહેરના ત્રણ દરવાજા સ્થિત ઘી બજારમાં કેટલાક ઘી ના વેપારીઓ દ્વારા ખાદ્ય ઘી મા મોટાપાયે ભેળસેળ કરી લોકોના આરોગ્યને નુકસાન કરી રહ્યા છે. જે બાતમીના આધારે સોમવારના રોજ જિલ્લા ફુડ ઓફિસર વિપુલ ચૌધરી સહિત યુ.એચ. રાવલ, એમ.એમ.પટેલ સહિતની ટીમે ત્રણ દરવાજા સ્થિત ઘી બજારમાં આવેલ મેં.ઈશ્વરલાલ રસીકલાલ અને મેં.અલ્પેશકુમાર વિનોદચંદ્ર મોદી ની દુકાન ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી શંકાસ્પદ ઘીના જથ્થા ને સીઝ કરી તેમાંથી જરૂરી નમૂના લઇ પૃથક્કરણ અર્થે સરકારી લેબમાં મોકલી આપવામા આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
પાટણ શહેરના ત્રણ દરવાજા સ્થિત ઘી બજારમાં પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન ની કચેરી દ્વારા મેં.ઈશ્વરલાલ રસીકલાલ ઘીવાળા ની બે અલગ-અલગ દુકાન ઉપર થી ૧૯૯ ડબ્બા ધી અંદાજીત કિ.રૂ.૫.૭૧ લાખ અને મેં.અલ્પેશ કુમાર વિનોદચંદ્ર મોદી ની દુકાન ઉપર થી ધી ડબ્બા નંગ ૨૦ અંદાજીત કિ.રૂ.૧.૨૦ લાખ નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન ની કચેરી દ્વારા શહેરના ત્રણ દરવાજા સ્થિત ઘી બજારના વેપારીઓ ને ત્યાં ઓચિંતી તપાસ ને લઈને ખાદ્ય ઘી માં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.