પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઓચિંતી રેડથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષાીને ફરાળી લોટમાં ઘઉંના લોટની ભેળસેળને અનુલક્ષાીને સરકારશ્રીની સૂચનાથી રાજયભરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા કરીયાણાની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી જેને લઈને પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલ કરીયાણાની શકિત ટ્રેડર્સ સહિતની ચારથી વધુ દુકાનોમાં પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ઓચિંતી રેડ કરતાં વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
તો કેટલીક દુકાનોમાં ફરાળી લોટના પેકીંગના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નમૂના લઈ સ્થળ પર જ તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તહેવાર ટાણે જ તંત્ર ઓચિંતુ જાગતા વેપારીઓ અને લોકોમાં અવનવી ચર્ચાઓએ પણ જોર પકડયું હતું.