પાટણ : ઉત્તરવહી કૌભાંડની એસીબીને સોંપાઈ તપાસ

- Advertisement -

This browser does not support the video element.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણમાં વર્ષ ર૦૧૭-૧૮માં યુનિવર્સીટી સત્તાધીશો દ્વારા ડબલ ભાવમાં ઉત્તરવહી ખરીદી કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના ગંભીર આક્ષેપ મામલે તેઓની સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવે તેવી અરજદાર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.

જે પીટીશનને ધ્યાનમાં રાખીને ગતરોજ હાઈકોટે રાજ્ય સરકાર દ્વારા એ.સી.બીને ફરિયાદ નોંધી તપાસ કરવા મંજૂરી આપવા આદેશ કરવામાં આવતા ફરીથી ઉતરવહી ખરીદી કૌભાંડનો આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ઉત્તરવહી ખરીદવામાં તત્કાલીન કુલપતિ સહિત ઇસી સભ્યો સાથે મળી મૂળ ભાવ કરતા ડબલ ભાવમાં ઉત્તરવહી ખરીદી કરોડો રૂપિયાનો ભષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના પાટણ ધારાસભ્ય કિરીટભાઇ પટેલ સહિત અન્ય ઈસમો દ્વારા ગંભીર આક્ષેપ મૂકી ૭ વાર શિક્ષણ વિભાગ અને એ.સી.બીમાં ભષ્ટાચાર મામલે તપાસ કરવા રજુઆત કરતા સમગ્ર ઉત્તરવહી કથિત કૌભાંડ મામલો સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચાસ્પદ બન્યો હતો .

છેલ્લા બે વર્ષમાં આ મામલે કોઇ તપાસ કે કોઈ કાર્યવાહી ન થતા અરજદાર દશરથ પટેલ દ્વારા એ.સી.બીમાં ફરિયાદ નોંધવા રાજ્ય સરકારની મંજૂરીની જરૂરી હોય સરકાર આ મામલે કોઇ કાર્યવાહી ન કરતા ર૦૧૯ માં હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.જે મામલે ગત ર૯ જુલાઈએ કેસ બોર્ડ પર ચાલતા કોટે ઉત્તરવહી ખરીદી મામલે રાજ્ય સરકાર તપાસમાં એ.સી.બીને મંજૂરી આપે અને તાત્કાલિક આ મામલે તપાસ થાય તેવી કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

હાઇકોર્ટના આદેશથી ફરી આ મામલો બહાર આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો આ બાબતે પાટણ યુનિવર્સીટીના કુલપતિ ડો.જે.જે વોરાએ મીડિયાને પણ આ બાબતે પ્રશ્ન કરતા કુલપતિએ પણ ગોળ ગોળ જવાબ આપ્યા હતા.આમ આ કૌભાંડમાં મોટા માથાની સંડોવણી હોવાનું પણ ચર્ચાએ જોર પકડયું છે.