ફુડ સેફ્ટી વાન દ્વારા લેવામાં આવેલ તળેલા તેલનાં નમૂનાઓનુ પૃથકરણ કરાયાં બાદ 48 કિલો ખાદ્ય પદાર્થ નાશ કરાયો..
ફુડ સેફ્ટી વાન દ્વારા આગામી દિવસોમાં બી આર મશીન ની મદદથી સ્થળ પર જ ખાદ્ય તેલ ની ચકાસણી કરાશે..
ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા કાયૅરત કરવામાં આવેલ ફુડ સેફ્ટી વાનનો જિલ્લા કલેકટર દ્વારા તા.16 ફેબ્રુઆરીના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ ફુડ સેફ્ટી વાન દ્વારા ફકત 12 દિવસ માંજ જિલ્લા નાં શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સારી એવી કામગીરી કરી હોવાનું કચેરી નાં સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ ફુડ સેફ્ટી વાન નું તા.16 ફેબ્રુઆરીએ જિલ્લા કલેકટર દ્વારા લોકાર્પણ કરાયાં બાદ તા.28 ફેબ્રુઆરી એટલે ફક્ત 12 દિવસના સમય દરમિયાન આ ફુડ સેફ્ટી વાન દ્વારા જિલ્લા નાં શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ પ્રાઈવેટ તેમજ સરકારી દુધ મંડળી મળી કુલ 168 દુધના નમુનાઓ મેળવી ફુડ સેફ્ટી વાન માં કાયૅરત અધતન મિલ્ક સ્કેન માઈનોર મશીનની મદદથી નમૂના ઓનું પૃથક્કરણ કરી દુધની ગુણવત્તા તપાસવામાં આવી હોવાની સાથે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની મળી કુલ 49 જેટલી નાસ્તા ની લારીઓ અને હોટલો ઉપર તપાસ હાથ ધરી વારંવાર તળવા માટે ઉપયોગમાં લેવામાં આવતા એક નાં એક તેલ ની ગુણવત્તા તપાસી અંદાજીત 48 કિલો તેલ સહિતની ખાદ્ય પદાર્થ નો નાશ કરવામાં આવ્યો છે.
તો ફુડ સેફ્ટી વાન ની કામગીરી સાથે આરોગ્યપ્રદ F+ લોગો વાળા ફોરટી ફાઈડ ફુડ ખરીદવું જેમાં વિટામિન અને મિનરલ્સ રહેલું હોવાની જાણકારી જિલ્લાની 3 શાળા ઓમા સેમિનાર આયોજિત કરી આપવામાં આવી છે.
પાટણ જિલ્લામાં કાયૅરત કરવામાં આવેલ આ ફુડ સેફ્ટી વાન માં ફુડ સેફ્ટી અધિકારી ની ટીમ અને નમૂનાઓ નું પૃથક્કરણ માટે ગાંધીનગર થી ખાસ નિયુક્ત કરવામાં આવેલ બે કેમેસ્ટી અધિકારી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં ફુડ સેફ્ટી વાન માં કાયૅરત બી આર મશીન દ્વારા ખાદ્ય તેલો માં થતી ભેળસેળ રોકવા અને સ્થળ પર જ તેની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અને ઉપરોક્ત તપાસ દરમિયાન ખાદ્ય તેલ માં ભેળસેળ માલુમ પડશે તો સ્થળ પર જ કાયૅવાહી હાથ ધરવામાં આવશે તેવું પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી નાં અધિકારી વિપૂલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.