Dahod Mahashivratri

વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ સુખરેસ્વર મહાદેવના દર્શન કર્યાં…

શિવાલયો મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા…

ભગવાન શિવના અવતરણ દિન તરીકે ઊજવાતા મહાશિવરાત્રી પર્વની દાહોદ સહિ‌ત જિલ્લાભરમાં શિવમંદિરો અને ધર્મ સ્થાનોમાં ભક્તિભાવ પૂર્વક ઊજવણી કરાઇ હતી.

તમામ મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અને ભજન સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા. ફતેપુરા તાલુકાના સુખરેસ્વર મહાદેવ ધામે ભક્તોની ભીડ જામી હતી. મહા શિવરાત્રીની વિશષ્ટિ ઊજવણી કરાઇ હતી. સુખસરમાં રાત્રી ના સમયે શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભાઇ-બહેનો જોડાયા હતા.

શિવરાત્રી પર્વના પાવન પ્રસંગે વહેલી સવારથી ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી. ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ પરીવાર સાથે મહાદેવના દર્શન કર્યાં હતાં અને શિવજીને જળાભિષેક કર્યો હતો. સરપંચ નરેશભાઈ કટારા તેમજ સાગડાપાડાના આગેવાન બાબુભાઈ આમળીયાર સહિત મોટી સંખ્યામાં ભકતો દર્શન માટે જોડાયાં હતાં. શિવધામોમાં હર-હર મહાદેવના નાદ ગૂંજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024