રાધનપુરમાં પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંજામ

પોસ્ટ કેવી લાગી?

પાટણ (Patan) જિલ્લાના રાધનપુરના (Radhanpur) અંતરિયાળ ગામડાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવક પ્રેમી પ્રેમમાં આંધળો થઇને યુવતીને ભગાડી ગયો હતો. ત્યારે યુવક પહેલેથી પરિણીત હોવાથી બંનેના લગ્ન શક્ય ન હોવાથી બંનેએ ઝેરી દવા પીવાનું નક્કી કયુઁ હતું. જેથી યુવતીએ ઝેરી દવા પીધી પણ યુવકનો જીવ ન ચાલતો તે યુવતીને સ્થળ પર જ છોડીને આવી જતાં પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાના ગોકુળપુરા ઠાકોરવાસ મધાપુરામાં રહેતા નિરાશ્રિત ઠાકોર સોમીબેન ગંગારામભાઈ સાદુરભાઈની ૧૭ વર્ષીય દીકરીને કાંકરેજ તાલુકાના રામનગર ખારીયા ગામનો પાંચા કરસનભાઈ નિરાશ્રિત ઠાકોર તા.૩ જૂનના રોજ રાત્રિના સુમારે લાલચ આપીને ભગાડી ગયો હોવાની રાધનપુર પોલીસ મથકે તારીખ ૬ જૂનના રોજ યુવતીની માતા સોમીબેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે રાધનપુર પોલીસે તપાસના ચક્રોગતિમાન બનાવ્યા હતા. ત્યારે મંગળવારને તારીખ ૧પ જૂનના રોજ રાધનપુર પોલીસે યુવતીને ભગાડી જનાર પાંચા કરસનભાઈ નિરાશ્રિત ઠાકોરને તેના ગામથી ઝડપી લઇ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સધળી હકીકત જણાવતાં પોલીસ સમક્ષ કબૂલાતકરતાં કહ્યું હતું કે પોતે તારીખ ૩ જૂનના રોજ ઉપરોક્ત યુવતીને લઈને પોતાના બાઈક ઉપર જુનાગઢ, કેશોદ અને રાજકોટ ફર્યો હતો. પરંતુ પોતાની પાસે પૈસા ન હોવાના કારણે અને પોતે પરિણીત હોવાથી અને બે સંતાનોનો બાપ હોવાથી યુવતી સાથે લગ્ન શક્ય ન હતા. જેથી બન્નો જણાએ ઝેર પીને આત્મ હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.

ઝેર પીને આત્મ હત્યા કરવાનો નિર્ણય કર્યો બાદ રાજકોટ નજીક આવેલા બામણબોર ગામના સીમ વિસ્તારમાં પ્રથમ યુવતીએ ઝેરી દવા ગટગટાવી લીધી. જ્યારે પોતે પરિણીત હોવાની સાથે બે સંતાનોના બાપહોવાનું ભાન થતા પોતે ઝેરી દવા પીવાનું માંડી વાળી ભગાડી ગયેલી યુવતીને ઝેર પીધેલી હાલતમાં સ્થળ પર છોડી પોતાના ઘરે આવી ગયો હતો.

યુવક પ્રેમીની વાત સાંભળી રાધનપુર પોલીસે સ્થળ તપાસ કરતા યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. રાધનપુર પોલીસે યુવતીનું રાજકોટ પીએમ કરાવી લાશ પરિવારને સોપી પાચા કરશનભાઈ નિરાશ્રિત ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

The tragic end of the love affair came in Radhanpur

The young lover was blinded in love and ran away from the young woman. Since the young man was already married and their marriage was not possible, they decided to take poisonous drugs. The police took action on the basis of the complaint after the girl was left on the spot but did not survive.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures