પાટણ નાગરીક સહકારી બેંક લીમીટેડના બોર્ડ ઓફ ડિરેકટર્સની મુદત ૩૦મી જૂને પૂર્ણ થતાં નવા બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણી આગામી ૧૧મી જુલાઈ ર૦ર૧ને રવિવારના રોજ શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે યોજાનાર છે
તે અંતર્ગત ઉમેદવારી ફોર્મ આપવાની તારીખે કુલ ૪૮ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવવા નાગરીક બેંક ખાતેથી ફોર્મ લઈ ગયા હતા અને ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની તારીખ ર૯ અને ૩૦મી તારીખે બપોરે ત્રણ કલાક સુધી રાખવામાં આવી છે.
જેને લઈ આજ બપોર સુધી નાગરીક બેંક ખાતે ઉમેદવારી પત્રો ભરાઈને ૧ર જેટલા ફોર્મ પરત આવ્યા હોવાનું ચૂંટણી અધિકારી એમ.કે. પટેલે જણાવ્યું હતું. ત્યારે પાટણ નાગરીક સહકારી બેંકના પૂર્વ ચેરમેન સુરેશભાઈ પટેલે નાગરીક બેંકની ચૂંટણી પ્રકિ્રયા સહિતની ચાલુસાલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના પરિપત્ર મુજબ કોઈપણ એમએલએ, સાંસદ સહિત પાલિકાના કોપોરેટર અને જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતના સદસ્યો ઉમેદવારી કરી શકશે નહીં
તેને ધ્યાનમાં રાખીને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરવાનું જણાવી બેંક દ્વારા સભાસદોને આપવામાં આવતી ગીફટ સહિત તેની સક્ષામતા અને કાર્યશૈલી અંગે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.