પાટણ શહેરમાં આવેલા તમામ સમાજો દ્વારા સામાજીક સમરસતા કેળવાય અને સમાજના લોકો એકબીજાથી પરિચીત થાય અને તેઓમાં પારિવારિક ભાવના ઉજાગર થાય તેવા શુભ હેતુથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે.

ત્યારે પાટણ શહેરમાં વસતા બ્રહમક્ષત્રિય સમાજના જનતા હોસ્પિટલની સામે આવેલ શેઠશ્રી ખારાવાળા બ્રહક્ષત્રિય ભવનમાં એક દિવસીય ગરબા મહોત્સવનું આયોજન સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારે સમાજના ભાઈઓ અને બહેનો મનમૂકીને ગરબે ઘુમી માતાજીની આરાધના કરતાં જોવા મળ્યા હતા. અને માતાજીના નવરાત્રી પર્વની અનોખી પારિવારીક ભાવના કેળવાય તે હેતુથી ગરબા મહોત્સવનું આયોજન કરાતાં ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા.

આ પ્રસંગે સમાજના અગ્રણી શૈલેષભાઈ બ્રહમક્ષત્રિય સમાજ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરી આગામી સમયમાં સમાજ દ્વારા કેવા પ્રકારના કાર્યક્રમો કરવા તેની સુઝ આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.